🔥 TRENDING Deadly Blast in Siwan Triggers Fresh P... Tragic Road Accident in Rajasthan Clai... पाकुड़िया निवासी जय प्रकाश भगत ने वैष्... Karnataka Approves Prosecution of IAS... मिर्जापुर में परिवार के साथ देश और देश... Poddar Plumbing Invests ₹1,000 Crore i...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં નરેન્દ્ર મોદીને રૂબરૂ જોયા બાદ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક
Sports

વડોદરામાં નરેન્દ્ર મોદીને રૂબરૂ જોયા બાદ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 09 Sep 2026, 08:10 AM 👁 114
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ જોયા બાદ જૂનાગઢની 23 વર્ષીય ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થઈ, ખેલ મહાકુંભ દ્વારા મળેલી તકને લઈને આભાર વ્યક્ત કર્યો.

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોવાની ક્ષણે જૂનાગઢની 23 વર્ષીય ચેસ કોચ વિશ્વાબેન હિતેશભાઈ વાડોયા ભાવુક થઈ. આ મુલાકાત તેમની જીવનની સૌથી યાદગાર ક્ષણ તરીકે તેમણે નોંધાવી.

વિશ્વાબેન, જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સાથે ચેસ ટ્રેનર તરીકે જોડાયેલા છે, જૂનાગઢના નાના ગામમાંથી આવે છે. તેમની પિતા હિતેશભાઈ વાડોયાએ સતત સહકાર આપ્યો અને ખેલ મહાકુંભ યોજનામાં તેમની નોંધણી કરાવી, જેના કારણે તેમને નોકરી અને રમતગમતમાં આગળ વધવાની તક મળી.

ખેલ મહાકુંભની શરૂઆતથી જ વિશ્વાબેનને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય FIDE રેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા મોકો મળ્યો. આ યોજનાએ ખાસ કરીને ગામડાની છોકરીઓને રમતગમત અને જીવનમાં પ્રગતિ કરવાની તક આપી, જે અગાઉ તેમની માટે અપ્રાપ્ય હતી.

વિશ્વાબેનએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ઉપકાર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમની રૂબરૂ મળેલી આ ક્ષણ જીવનભર યાદગાર રહેશે, તેમજ આ પહેલ દ્વારા મળેલી નોકરી અને તક માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
📲Get App