🔥 ट्रेंडिंग शिन जिंपिंग की भारत यात्रा कूटनीतिक तन... 80 के दशक की फैशन ट्रेंड ने भारतीय राज... आंध्र प्रदेश ने बढ़ाने के लिए हवाई कने... आँध्र प्रदेश ने 2026 के लिए बीएससी नर्... जगन मोहन रेड्डी ने 2027 में पादयात्रा... आगरा बम मामले में सजा कायम करने वाले न...
10 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અનોખી સેવા

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 09 सित. 2026, 07:17 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અને અખબાર એજન્ટ બાલાભાઈએ સમયના સદઉપયોગની અનોખી મિસાલ કાયમ કરી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ મહિનાના પૂરા ૩૦ દિવસ સુધી નિયમિતપણે ૧૫૧ તાજા બીલીપત્ર જાતે તોડી લાવે છે. ત્યારબાદ તેના સ્વચ્છ પડીકા બનાવીને દરરોજ સાંજે શિવપૂજા અર્થે દુકાને-દુકાને અને ઘરે-ઘરે જઈને ભાવિકોને નિઃશુલ્ક પહોંચાડે છે. માત્ર શ્રાવણ માસ જ નહીં, પરંતુ બાર મહિનાની બાર શિવરાત્રી અને નવા વર્ષની દિવાળીના પાવન અવસરે પણ સાંજ સુધી તેઓ આ જ નિઃસ્વાર્થ ભાવે બીલીપત્ર પહોંચાડવાની સેવા પૂરી પાડે છે. નિવૃત્તિ બાદ પોતાની દિનચર્યાનો સાર્થક ઉપયોગ કરી શિવભક્તોને સરળતાથી પૂજાસામગ્રી મળી રહે તેવું સુંદર આયોજન કરી રહેલા બાલાભાઈની આ પરોપકારી અને નિષ્ઠાવાન સેવા રાજુલા શહેરમાં લોકચાહના મેળવી રહી છે.
લી. દેવશીભાઈ બાંભણિયા
📲Get App