🔥 TRENDING Sikkim Launches Statewide Road Inspect... BJp MLA Calls for UCC in Mizoram, Says... Mizoram Leader Hrahmo Calls for Unifor... Four Senior Bureaucrats Transferred fr... NHAI Issues New Safety Guidelines for... Arunachal duo Lobsang Choidrup and Sam...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પલસાણા સહકારી સંઘમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
Local

પલસાણા સહકારી સંઘમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

✍️ Reporter: Dhaval Maheta 🗓 09 Sep 2026, 07:17 PM 👁 28
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પલસાણા તાલુકા ખરીદ-વેચાણ સહકારી સંઘ લિમિટેડમાં પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી.

પલસાણા તાલુકા ખરીદ-વેચાણ સહકારી સંઘ લિમિટેડના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે સંસ્થાના બોર્ડ રૂમમાં બેઠક યોજાઈ. આ ચૂંટણી પ્રક્રિયા કામરેજ પ્રાંત અધિકારી યોગરાજસિંહ જાડેજા અને પલસાણા મામલતદાર મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી.

બેઠક દરમિયાન સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અંકુરભાઈ દેસાઈએ પ્રમુખ અને ઉપપ્રમુખના નામનું મેન્ડેટ રજૂ કર્યું. પ્રમુખ પદ માટે નિમેષભાઈ નાયકની દરખાસ્ત ધર્મેશભાઈ દેસાઈએ કરી, જેને કમલેશભાઈ પટેલે ટેકો આપ્યો. ઉપપ્રમુખ પદ માટે ડાંભા ગામના ભરતસિંહ સોલંકીના નામની દરખાસ્ત ભરતભાઈ મંગુભાઇ દેસાઈએ કરી, જેને કમલેશ કનકસિંહ ઠાકોરે ટેકો આપ્યો.

પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ રજૂ ન થતાં, બંનેની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી. પ્રાંત અધિકારી, મામલતદાર, મહામંત્રી અંકુરભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને સંઘના સભ્યોએ તેમને અભિનંદન પાઠવ્યા.

સંસ્થાના નવા હોદ્દેદારો સહકારી સંઘના વિકાસ અને સભાસદોના હિત માટે સારી કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરાઈ.
📲Get App