🔥 TRENDING સુરતના સરથાણા વિસ્તારમાં બે ઠગ ટોળકી દ... વાગરા: ખાડા, ગંદકી અને લીકેજથી ત્રસ્ત... સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં 7 પ... કરચેલિયામાં સર્વોદય કેળવણી મંડળ દ્વારા... Himachal Officials Condemn Kangana Ran... Himachal Pradesh CM requests scientifi...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*આલીપોર હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી*

✍️ Reporter: Kamlesh Solanki 🗓 08 Sep 2026, 10:46 AM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*આલીપોર હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી*

*આલીપોર હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી*

કે . એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી .
ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ
શિક્ષક દિન ઉજવણી નિમિત્તે એકદિવસીય શિક્ષકની અનુભૂતિ કરી હતી.માધ્યમિક વિભાગમાં ૨૧ ,ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહમાં ૨૦, અને વિજ્ઞાન પ્રવાહમાં ૧૩વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. આખા દિવસ દરમિયાન પ્રાર્થના સભાથી શરૂ કરી અંતિમ તાસ સુધીની તમામ કામગીરીઓ વિધાર્થીઓની વિવિધ સમિતિઓ દ્વારા સુચારું રૂપે પૂર્ણ કરવામાં આવી હતી. શિક્ષક બનેલ વિદ્યાર્થીઓમાં સૌથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોની પસંદગી માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયુક્ત નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.શાળાના સિનિયર શિક્ષકશ્રી જિતેન્દ્રકુમાર પટેલ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સિનિયર શિક્ષકશ્રી આરીફ સૈયદ, શિક્ષિકા શ્રીમતી જીજ્ઞાબેન પટેલ, શિક્ષિકા શ્રીમતી મીતાબેન રાઠોડ, શિક્ષક શ્રી શબ્બીર અસવાત અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષિકા શ્રીમતી દર્શિકાબેન પટેલ દ્વારા મૂલ્યાંકન કરી વિભાગ મુજબ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. માધ્યમિક વિભાગમાં ગણિત વિષય શિક્ષિકા નાઝિયા મનીહાર પ્રથમ ક્રમે, ગુજરાતી આલિયા થરાડિયા બીજા ક્રમે અને વિજ્ઞાન વિષય શિક્ષક ફાઈઝ મુલ્લા ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા. ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહમાં દિવાન હનીફા પ્રથમ ક્રમે, ખટીક દીપીકા દ્વિતીય ક્રમે અને શેખ સુહાન તૃતીયક્રમે વિજેતા બન્યા હતા.
ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહમાં અન્સારી સબીહા પ્રથમ ક્રમે, પઠાણ જૈનબ દ્વિતીય ક્રમે, તલાવિયા મહિમા તૃતીય ક્રમે વિજેતા રહ્યા હતા. શિક્ષક બનેલ વિદ્યાર્થીઓના પ્રતિભાવ કાર્યક્રમમાં સુપરવાઈઝર બનેલ ઉર્વશી પટેલ દ્વારા શાબ્દિક આવકાર, ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિધાર્થી મોહમ્મદ ખલિફા દ્વારા કિરાયતેકુર્આન દુઆ કરવામાં આવી હતી.પ્રતિભાવ કથનમાં ધો 12 સામાન્ય પ્રવાહ વિધાર્થિની દિવાન હનીફા દ્વારા સુંદર પંક્તિઓ દ્વારા કાર્ય અનુભૂતિની સુંદર રજૂઆત કરવામાં આવી હતી.ધોરણ ૧૦ના ફાઈઝ મુલ્લા દ્વારા પોતાના શિક્ષક અનુભવને ઉર લાગણી દ્વારા વર્ણિત કરવામાં આવ્યો હતો. એક દિવસીય આચાર્યા બનેલ અમરીન મુલ્લા દ્વારા આચાર્યના કર્તવ્ય અને સુચારું વહીવટ કેવો મુશ્કેલ છે એ અંગેના પોતાના અનુભવને સદ્ષ્ટાંત પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા *શિક્ષકદિન કે શિક્ષક દીન* વિષય ઉપર ડિબેટ પ્રસ્તુત કરવામાં આવી હતી. વિજેતા થયેલ શિક્ષક બનેલ વિદ્યાર્થીઓને ઇનામ રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આચાર્યશ્રી સફી એમ. વ્હોરા સાહેબે પોતાના ઉદબોધનમાં શિક્ષક વ્યવસાયની ગરિમા શું? નિષ્ઠાવૃતિ શું છે?સર્જનાત્મક દ્રષ્ટીકોણ કેવો હોય? વગેરે બાબતો ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંત ભાગે વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીની ખુશ્બુ પટેલ દ્વારા આભાર વિધિ પ્રસ્તુત કરવામાં આવી હતી. વિદ્યાર્થીની શેખ આમેના અને ફઈમા કુરેશી દ્વારા કાર્યક્રમનું મનમોહક સંચાલન કરવામાં આવ્યું હતું. અંતે અલ્પાહાર કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાળા પરિવારના સહયોગ દ્વારા ઉત્તમ રીતે ઉજવણી થયાનો આનંદ સૌ કોઈએ વ્યક્ત કર્યો હતો.
📲Get App