🔥 TRENDING અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં ભાજપના બે... दाहिबा नगर युवक मंडल ने किया अद्भुत सज... નાની વાવડી ગામમાં લક્ષ્યરાજસિંહ ડોડીયા... Nine dead in Uttar Pradesh bus fire; d... Sikkim HC orders state to revisit NH-1... Sikkim High Court orders three‑week re...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધામેલ ગામ નજીક માર્ગ અકસ્માતમાં યુવકનું કરુણ મોત
Local

ધામેલ ગામ નજીક માર્ગ અકસ્માતમાં યુવકનું કરુણ મોત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Sep 2026, 10:22 AM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી તાલુકાના ધામેલ ગામની ગૌશાળા નજીક મોટરસાયકલ અને બાઈકની ટક્કરથી યુવકનું ગંભીર ઈજાઓથી મોત થયું.

7 સપ્ટેમ્બર 2026 ના રોજ, લાઠી તાલુકાના ધામેલ ગામની ગૌશાળા નજીક માર્ગ અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત થયું. ભુરિયા ગામના યુવકો બાઈક પર ધામનગર ખાતે ભરાયેલા મેળામાં ગયા હતા અને મોડી સાંજે પરત ફરતી વખતે બાઈક અને મોટરસાયકલની જોરદાર ટક્કર થઈ.

બાઈક પર સવાર યુવકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે બાઈક ચલાવી રહેલા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું.

બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ધામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App