🔥 TRENDING अवैध शराब के खिलाफ रामनगर पुलिस का शिक... चिचपल्ली बसस्थानकावर स्वच्छतागृहाचा अभ... All India Oriental Conference Opens To... घर के अंदर जमीन खोदी तो निकलने लगे नोट... Uttarakhand to Launch First Religious... Delhi Court Reserves Order on Framing...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
Local

ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 07 Sep 2026, 10:10 AM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં મહંત સ્વામી મહારાજે હિન્દુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરી, 1970ના સંકલ્પને સાકાર કર્યું.

ફ્રાન્સના પેરિસ શહેરના બુસી-સેંટ-જ્યોર્જેસમાં હિન્દુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. મહંત સ્વામી મહારાજે 1970માં યોગીજી મહારાજે સેવેલો સંકલ્પ સાકાર કર્યો.

વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે સવારે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં મંદિરમાં વિવિધ દેવ સ્વરૂપોની મૂર્તિઓને વેદોક્ત વિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.

પ્રાણપ્રતિષ્ઠા બાદ મહંત સ્વામી મહારાજે પ્રથમ આરતી ઉતારી અને ફ્રાન્સ અને સમગ્ર વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી. મંદિર નિર્માણમાં યોગદાન આપનાર સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

બુસી-સેંટ-જ્યોર્જેસના સાંસ્કૃતિક પરિદૃશ્યમાં ઉમેરાયેલ આ નવી નજરાણું 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત મંદિર લોકાર્પણની ઉજવણી ચાલુ રહેશે. રવિવારે સાંજે મહાનુભાવો અને આમંત્રિત અતિથિઓની હાજરીમાં વિશેષ લોકાર્પણ સભા યોજાશે.
📲Get App