🔥 ट्रेंडिंग केरेडारी: एनटीपीसी एमडीओ बीजी आर इंफ्र... विजनक्वेस्ट ने इस हफ्ते OTT रिलीज़ में... अक्का का OTT पर डेब्यू: रिलीज़ तिथि और... जेलर 2 रिलीज़: दर्शक 4:30 बजे जागते, थ... अनिल कपूर और रोहित शर्मा ने ‘डूसरा’ ट्... एसएस राजामौली ने रणबीर कपूर की ‘रामायण...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ ખુબ જ ભક્તિ ભાવ પૂર્વક સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ૩૨ કિલોમીટર ની ૧૩મી ભવ્ય નવનાથ મહાદેવ કાવડ યાત્રાનો આરંભ....

આજરોજ ખુબ જ ભક્તિ ભાવ પૂર્વક સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ૩૨ કિલોમીટર ની ૧૩મી ભવ્ય નવનાથ મહાદેવ કાવડ યાત્રાનો આરંભ....

✍️ रिपोर्टर: Kuntalkumar Chokshi 🗓 07 सित. 2026, 02:30 PM 👁 108
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚩🌹સંસ્કારી નગરી વડોદરા શહેરમાં આજરોજ ૩૨ કિલોમીટર ની ૧૩મી ભવ્ય નવનાથ મહાદેવ કાવડ યાત્રાનો આરંભ🌹
પરમ પૂજ્ય શ્રી વિજયજી મહારાજની પાવન આગેવાનીમાં તથા સિનિયર એડવોકેટ શ્રી નીરજ ભાઇ જૈનની ઉપસ્થિતિમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે તા. ૦૭-૦૯-૨૦૨૬ના રોજ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર થી કાવડ યાત્રા યોજાયેલી.જેમાં સંતો,મહંતો,ભાવિક ભક્તો સાથે સ્વયંસેવકો પણ મોટી જનસંખ્યામાં જોડાયા હતાં.કાવડ યાત્રા આરંભ વખતે નીરજભાઈ જૈન દ્વારા ભારત દેશ નશામાંથી મુક્ત થાય,દેશમાં એક્તા અને શાંતિ આગળ વધે એવું મિડિયા માધ્યમથી સમગ્ર દેશવાસીઓને જણાવ્યું હતું. ૧૩ મી ભવ્ય નવનાથ મહાદેવ કાવડ યાત્રાનું અલગ અલગ વિસ્તારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે.તેથી **ઓલ ઇન્ડિયા પસમંદા મુસ્લિમ મહાઝ** ના *ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સલીમભાઇ ગરાસિયા ને પણ આ કાવડ યાત્રાનું સ્વાગત કરવાનો પાવન અવસર પ્રાપ્ત થયો હતો.* ત્યારે શ્રી સલીમભાઈ ગરાસીયાએ ખુબ જ પ્રેમભાવથી આ કાવડ યાત્રાને આવકારી હતી. તેમણે એક ટૂંકો પરંતુ ખૂબ જ સુંદર મજાનો સંદેશો આપ્યો હતો કે આ સંસ્કારી નગરીમાં આવો જ ભાઈચારો તમામ કોમના તહેવારોમાં રહે તેમજ સાથે સાથે વડોદરામાં કોમી એખલાસનું વાતાવરણ હંમેશા રહે.આ કાવડ યાત્રામાં રોનકભાઈ, જતીનભાઇ વાઘેલા, કૌશિકભાઇ વરિયા (ધર્મ જાગરણ મંચ) ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાવડ યાત્રાનું સંયોજન શ્રી પ્રદીપસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App