🔥 ट्रेंडिंग पटना में जनजागरण: युवा मंच पर शिक्षा‑र... रीवा के संजय गांधी अस्पताल में कुत्ते... जयपुर निकाय चुनाव में वार्ड 109 में BJ... અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 22 નવેમ્બ... बलौदाबाजार: सुहेली मार्ग पर सीमेंट फैक... માનગઢ ગામના ભવનાથ અને નીલકંઠ મહાદેવ મં...
07 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

શ્રેય એક્સોટિકા સોસાયટીમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 06 सित. 2026, 08:31 AM 👁 14
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોપી મંડળની સ્ત્રીઓ દ્વારા ભજનો, દહી હાંડી અને કાનુડા ભજનો સાથે ત્રણ વર્ષીય પરંપરાને અનુસરીને જન્માષ્ટમી ઉજવાઈ.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રેય એક્સોટિકા સોસાયટીમાં ગયા ત્રણ વર્ષથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવની ધમધમતી ઉજવણી કરવામાં આવી. સમુદાયને ભક્તિમય અને આનંદમય માહોલમાં ડૂબાડતી આ ઉજવણીમાં સોસાયટીના રહેવાસીઓ અને પડોશીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

ન્યૂઝ રિપોર્ટર રંજનબેન પંચાલના નિવાસસ્થાને આયોજિત કાર્યક્રમમાં ગોપી મંડળની મહિલાઓએ મધુર ભજનોનું આયોજન કર્યું. કાનુડા ભજનો ગાઈને સમગ્ર વાતાવરણને શ્રદ્ધા અને ભક્તિથી સરોબાર કરી દીધું.

ભજન-કીર્તનની સાથે આયોજિત દહી હાંડી (મટકી ફોડ) અને અબીલ-ગુલાલની છોળો ઉડતા, સમગ્ર પડોશી સમુદાયને ભક્તિના રંગે રંગી દીધા. ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને ભક્તોમાં ઉત્સાહની લહેર જોવા મળી.

શ્રદ્ધા, ભક્તિ અને રંગોના અનોખા સંગમ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સોસાયટીના બાળકો અને મહિલાઓ ઉત્સાહભેર ભાગ લઈને ગોપાળાઓની ટોળીઓએ માખણ મટકી ફોડીને કાન્હાના જન્મોત્સવની ખુશીઓ મણાવી.
📲Get App