🔥 ट्रेंडिंग சட்டசபையில் எதிர்க்கட்சிக்கு பேச்சு வா... धौलपुर में 2 इंच से अधिक बारिश, राजस्थ... टीवीके ने चेन्नई के नए हवाई अड्डे के द... तमिलनाडु में व्यक्ति की सिर काटने के म... आईएएस अधिकारी ने चौथे स्थानांतरण के बा... मध्य प्रदेश में विषैला शराब पीने से 12...
07 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

વસ્ત્રાલમાં શ્રેય એક્સોટિકા સોસાયટીમાં જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 06 सित. 2026, 08:10 AM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોપી મંડળની મહિલાઓ દ્વારા ભજન-કીર્તન, દહી હાંડી અને મટકી ફોડ સાથે ત્રણ વર્ષની પરંપરા જાળવીને સમગ્ર સોસાયટીમાં ભક્તિનો ઉત્સવ મનાયો.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રેય એક્સોટિકા સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. સોસાયટીના નિવાસીઓએ આ પવિત્ર તહેવારને ભક્તિમય અને આનંદમય માહોલમાં ઉજવ્યો.

કાર્યક્રમનું આયોજન ન્યૂઝ રિપોર્ટર રંજનબેન પંચાલના નિવાસસ્થાનમાં કરવામાં આવ્યું, જ્યાં ગોપી મંડળની મહિલાઓએ કાનુડાના ભજનો ગાઈને સમગ્ર વાતાવરણને શ્રદ્ધા અને ભક્તિથી સજ્જ કર્યો. તેમની મધુર ભજનોની રમઝટથી હાજર લોકોમાં ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી.

ભજન-કીર્તનની સાથે દહી હાંડી (મટકી ફોડ) અને અબીલ-ગુલાલની છોળો ઉડાવવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો. ગોપાળાઓની ટોળીઓએ માખણ મટકી ફોડી કાન્હાના જન્મોત્સવની ખુશીઓ મણાવી, અને સમગ્ર પડોશી સમુદાયને ભક્તિના રંગે રંગી દીધો.

કાર્યક્રમમાં સોસાયટીના બાળકો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા, ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષથી સમગ્ર સ્થળ ગુંજી ઉઠ્યું. શ્રદ્ધા, ભક્તિ અને રંગોના અનોખા સંગમ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી પૂર્ણ થઈ.
📲Get App