अपराध
મૃતક મહિલાના નામે બેંકમાંથી લોન લેતી ગેંગનો પર્દાફાશ
यहाँ देखें:
▶️ YouTube
લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કેનેરા બેંકમાં આશરે અઢી મહિના પહેલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતી. ફરિયાદ મુજબ આશરે અઢાર વર્ષ અગાઉ મૃત્યુ પામેલ ફરિયાદીના ફોઈ કેશરબેન માલીવાડ નાઓના નામ સાથે મળતું નામ ધરાવતી અન્ય મહિલા કેશરબેન પગી ને બેંકમાં રજૂ કરી,
તલાટી કમ મંત્રીના ખોટા સહી-સિક્કા વાળું ખોટું પેઢીનામું તૈયાર કરી, બેંકમાં ખોટી ઓળખ આપી અંગૂઠાના નિશાન કરાવી, બેંકમાં આવતા વચેટિયા એજન્ટોએ ભેગા મળી કાવતરું રચી રૂપિયા 7,00,000/- ની લોન મેળવી, લોનની રકમ ઉપાડી પોતાના આર્થિક ફાયદા માટે વાપરી પચાવી પાડેલ હતી.
આ બનાવ અંગે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 1118706260522/2026, ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ 336(2), 336(3), 338 તથા 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ અને કાર્યવાહી:-
સદર ગુનાની તપાસમાં બેંકના દસ્તાવેજી પુરાવા, સી.સી.ટી.વી. ફૂટેજ તેમજ ટેકનીકલ પુરાવા આધારે ઝીણવટભરી તપાસ કરતા ગુનામાં સંડોવાયેલ શંકાસ્પદ ઇસમોના નામ-સરનામા મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ સદર ગુનો કર્યાની કબૂલાત કરેલ છે.
જેથી આરોપીઓની અટકાયત કરી, અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર કોર્ટમાં કાયદાની અન્ય કલમોનો ઉમેરો કરી, નામદાર કોર્ટમાંથી આરોપીઓના વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.