🔥 TRENDING Himachal Pradesh to Enforce Dress Code... IMD warns of very heavy rainfall acros... Cancer Risk in Himachal Linked to Pest... MCD Issues Alert After Building Collap... Senior Citizen Loses Rs 1.20 Crore in... Uttarakhand HC Dismisses Petition Agai...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

લુણાવાડામાં ભજન સ્પર્ધા યોજાઈ: ભોઈવાડાના રાધા કૃષ્ણ મંડળે પ્રથમ સ્થાન મેળવ્યું

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 06 Sep 2026, 09:30 AM 👁 185
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લુણાવાડા ખાતે યોજાયેલી ભજન સ્પર્ધામાં ભોઈવાડાના રાધા કૃષ્ણ મંડળે પ્રથમ વિજેતા બનીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

લુણાવાડા

બ્રહ્માકુમારીઝ, લુણાવાડા સેન્ટર દ્વારા આયોજિત ભવ્ય ભજન સ્પર્ધામાં ભોઈવાડાના રાધા કૃષ્ણ મંડળે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.

આ ભવ્ય સ્પર્ધામાં અનેક મંડળોએ ભાગ લીધો હતો, જેમાં ભક્તિ, સૂર અને તાલના અદભુત સમન્વય સાથે રાધા કૃષ્ણ મંડળ, ભોઈવાડા (લુણાવાડા) એ શ્રોતાઓના દિલ જીતી લીધા હતા અને નિર્ણાયકશ્રીઓ દ્વારા પ્રથમ પુરસ્કાર માટે પસંદગી પામ્યા હતા.

આ સફળતા મંડળના તમામ સભ્યોની અથાગ મહેનત, નિયમિત રિયાઝ અને કાન્હા પ્રત્યેની અતૂટ ભક્તિનું પરિણામ છે. આ સિદ્ધિ બદલ મંડળના સભ્યો બ્રહ્માકુમારીઝ લુણાવાડા સેન્ટરના આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે, જેમણે સ્થાનિક કલાકારોને પોતાની કળા પ્રસ્તુત કરવા માટે આટલું સુંદર મંચ પૂરું પાડ્યું.

રાધા કૃષ્ણ મંડળ ભોઈવાડા ભવિષ્યમાં પણ આ જ રીતે ભક્તિમય કાર્યો કરતું રહેશે અને રાધારાણી અને શ્રી કૃષ્ણની કૃપા સૌ પર વરસતી રહે તેવી પ્રાર્થના કરે છે.
📲Get App