🔥 TRENDING સુરત નવી સિવિલ મેડિકલ કોલેજમાં વધુ એક... બનાસકાંઠા પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓની સુ... સુરતમાં જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ તૂ... ભરૂચની પંડવાઇ સુગર ફેક્ટરીને રાષ્ટ્રીય... ભાદરવી પૂનમ મેળામાં વિખૂટા પડેલાં બાળક... Chief Secretary Reviews Roll‑out of Ne...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સરાડીયા ગામના કપિલાબેન સોલંકી મહેમદાવાદ તાલુકાની શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે સન્માનિત
Education

સરાડીયા ગામના કપિલાબેન સોલંકી મહેમદાવાદ તાલુકાની શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે સન્માનિત

✍️ Reporter: AKASH JOSHI 🗓 05 Sep 2026, 12:17 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે નડિયાદમાં આયોજિત કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાની શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે કપિલાબેન સોલંકીને સન્માન મળ્યું.

5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે નડિયાદમાં બ્રહ્માકુમારી હોલમાં આયોજિત સમારંભમાં મહેમદાવાદ તાલુકાની શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે કપિલાબેન એમ. સોલંકીને સન્માનિત કરવામાં આવ્યા. તેઓ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની શ્રી સિંહુજ કુમાર PM શ્રી શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે સેવા આપે છે.

કપિલાબેન સોલંકી મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડીયા ગામના વતની છે. તેમની કાર્યનિષ્ઠા અને શિક્ષણ પ્રત્યેની સમર્પિતતા દ્વારા ગામ અને સમગ્ર તાલુકાનું ગૌરવ વધારવામાં આવ્યું છે.

સમારંભમાં કલેક્ટર, ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોના હસ્તે આપવામાં આવેલ સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નને લઈને પરિવારજનો અને સરાડીયા ગામમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી.

આ સિદ્ધિ માત્ર કપિલાબેનના પરિવાર માટે જ નહીં, પરંતુ સરાડીયા ગામ, વીરપુર તાલુકા અને સમગ્ર મહિસાગર જિલ્લાની ગૌરવની બાબત બની છે. ગામવાસીઓ, શિક્ષકમિત્રો અને વિવિધ સ્તરોના શુભેચ્છકોએ તેમની સફળતા માટે હર્ષભેર અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App