🔥 TRENDING ભરૂચની પંડવાઇ સુગર ફેક્ટરીને રાષ્ટ્રીય... ભાદરવી પૂનમ મેળામાં વિખૂટા પડેલાં બાળક... Chief Secretary Reviews Roll‑out of Ne... Chief Secretary Atal Dulloo Reviews Ne... Congress urges BJP to scrap SIR after... Goa Forward Party chief calls for roll...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાજી રામ મંદિર માં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
Religion

અંબાજી રામ મંદિર માં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Rajesh vanjara 🗓 05 Sep 2026, 01:17 AM 👁 34
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજી યાત્રાધામમાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહીને ભક્તિમય અને આનંદમય માહોલ સર્જાયો.

યાત્રાધામ અંબાજીના રામ મંદિર માં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રામ મંદિર ટ્રસ્ટના ગણમાન્ય સભ્યો અને અનેક ભક્તજનો ઉપસ્થિત રહીને આ પવિત્ર પ્રસંગને ઉજવ્યો.

ઉજવણી દરમિયાન ભક્તોએ "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ની જયઘોષ સાથે મંદિર પરિસરને ગુંજાવ્યું, જેનાથી સમગ્ર સ્થળમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો.

મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર રીતે આયોજન કરાયેલા કાર્યક્રમમાં ભક્તજનોને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન અને ભજન-કીર્તન દ્વારા ધન્યતા અનુભવવાનો અવસર મળ્યો. ઉપસ્થિતો દ્વારા ઉત્સાહ અને શ્રદ્ધા સાથે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાયો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સ્પષ્ટ દેખાયું, જે અંબાજી યાત્રાધામની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સમુદાયની એકતા દર્શાવે છે.
📲Get App