🔥 TRENDING நியாய விலை கடைகளுக்கு அனுப்பப்படும் பொ... આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદ... Tripura CM Announces Expansion of Urba... Tripura CM says idle tea estates could... Neermahal Water Festival to resume in... Motorola launches new phone priced at...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરપુર મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં જન્માષ્ટમીની ધમાલ, બાલ કૃષ્ણએ મટકી ફોડી
Religion

વિરપુર મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં જન્માષ્ટમીની ધમાલ, બાલ કૃષ્ણએ મટકી ફોડી

✍️ Reporter: AKASH JOSHI 🗓 05 Sep 2026, 04:12 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં વિરપુર મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં પરંપરાગત જન્માષ્ટમી ઉજવણીમાં બાલ કૃષ્ણને શણગારવામાં આવ્યા અને મટકી ફોડી પર્વની ઉજવણી કરવામાં આવી.

મહીસાગર જિલ્લામાં આવેલ વિરપુર મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં જન્માષ્ટમી પર્વની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સોસાયટીના મંથ જીગરકુમાર શર્માને બાલ કૃષ્ણના સ્વરૂપમાં શણગારવામાં આવ્યો

સમગ્ર ગામમાં “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી” જેવા ભક્તિગીતો ગુંજતા, યુવાનો, સ્ત્રીઓ અને નાનાં બાળકો ગીતો અને ગરબા ના તાલે ઝૂમતા જોવા મળ્યા. “હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી” જેવા ગીતો પણ ગવાયા, જેનાથી જન્માષ્ટમીનો ભક્તિમય માહોલ છવાઈ ગયો.

સમાપ્તિમાં બાલ કૃષ્ણના હાથે મટકી ફોડી, ત્યારબાદ મોડી રાત્રે કેક કાપીને પર્વની જોરદાર ઉજવણી પૂર્ણ થઈ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને ઉત્સાહનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો.
📲Get App