મૂળ દ્વારકા માં ભવ્ય મેળા નું આયોજન
કોડીનાર તાલુકા ના મૂળદ્વારકા ગામે જન્માષ્ટમી નિમિતે પી આઈ શ્રી એન વી હરીયાણી અને પોલીસ કાફલા ના ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ વચ્ચે શાંતિપૂર્ણ ભવ્ય મેળા નું આયોજન કરાયું જેમાં આસપાસ ના અનેક ગામના જેમાં મૂળ દ્વારકા બરડા ચૌહાણ ની ખાણ ગોહિલ ની ખાણ , કડવાસણ દુદાણા નવાગામ ઈચવદ દેવળી કડોદરા છારા દામલી પીપળી પેઢાવાડા પણાંદર ધામળેજ કંજોતર સરખડી માલગામ કાજ વેલણ કોટડા અને મઢવાડ ના યુવાનો વચ્ચે મટકી ફોડ ની સ્પર્ધા રાખવામાં આવી 3 વર્ષ થી આ અનોખી પહેલ શરૂ થઈ છે જેમાં દરેક ગામ ની સામુહિકતા અને સંઘ ભાવના નું પ્રદર્શન થયું આ ઉત્સવ થી રાષ્ટ્ર અને સંસ્કૃતિ પ્ર્રત્યે અહોભાવ નિર્માણ પામ્યું અને હજારો ની સંખ્યા માં જન્મેદની એ મેળા ની મોજ માણી