🔥 TRENDING વિક્ટર ગામમાં જાહેરમાં ગંજીપાના વડે જુ... West Bengal anti-graft panel raids fac... Lok Sabha Speaker gives 20 rebel TMC M... Ganga overflow triggers flood alert ac... Bihar education department suspends tw... Upendra Kushwaha eyed as potential suc...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

પ્રાંતિજ નજીક લીમલા તળાવમાંથી કાર ફાઇનાન્સ મેનેજરની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 04 Sep 2026, 12:20 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા ગામે આવેલ તળાવમાંથી બુધવારે રાત્રે ૪૨ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસ પ્રેમપ્રકરણ કે અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા રાખી તપાસ કરી રહી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા ગામે આવેલ તળાવમાંથી બુધવારે રાત્રે ૪૨ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ, LCB, SOG, ડોગ સ્કવોડ અને FSLની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ પ્રેમપ્રકરણ કે અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા રાખી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ કારમાં આવી યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી દીધો હતો અને મૃતદેહને તળાવ નજીક ફેંકી ફરાર થઈ ગયા હતા. ગુરુવારે વહેલી સવારે સ્થાનિક ગ્રામજનોએ પ્રાંતિજ પોલીસને જાણ કરતાં PI ડી.આર. પઢેરીયા અને કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ નિરીક્ષણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન મૃતક ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના ભરત કાંતિભાઈ ચૌધરી (ઉં.વ. ૪૨) હોવાનું ખુલ્યું છે. મૃતક યુવક માણસા સ્થિત 'IIFL' નામની ખાનગી ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાસ્થળેથી કારમાંથી લોહીના નમૂના પણ મળી આવ્યા છે, જે તપાસમાં મહત્વનો પુરાવો બની શકે છે.
📲Get App