🔥 ट्रेंडिंग दलित उत्थान संघर्ष सेवा समिति के प्रदे... ડભોઈના વેગા બ્રિજ પાસે ડમ્પરની બ્રેક ફ... આખરે રહસ્ય ખૂલ્યું હત્યાબાદબળાત્કારનોજ... રાજસ્થાનના ઉપલીમાં દારૂના ગુનામાં ફરાર... ગૂજરાતમાં આવતીકાલથી સાત દિવસ સુધી વરસા... જાફરાબાદના સરકેશ્વર ખાતે આગામી ગણેશ વિ...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
🦚 નંદ ઘેર આનંદ ભયો! આજે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી

🦚 નંદ ઘેર આનંદ ભયો! આજે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી

✍️ रिपोर्टर: Pruthvi Gajjar 🗓 04 सित. 2026, 01:52 PM 👁 45
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની દેશભરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં વિશેષ શણગાર, પૂજા, આરતી અને ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે કૃષ્ણ જન્મોત્સવ સાથે જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠશે.

આજે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પવિત્ર જન્માષ્ટમી પર્વની શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ મંદિરોમાં રંગબેરંગી શણગાર, વિશેષ પૂજા, આરતી, ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. અનેક સ્થળોએ મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. રાત્રિના સમયે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે વિશેષ મહાઆરતી અને પૂજા કરવામાં આવશે. ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. જન્માષ્ટમી નિમિત્તે લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સાથે સાથે દ્વારકા, વૃંદાવન, મથુરા, ગોકુળ, જગન્નાથ પૂરી, ડાકોર, પંઢરપુર વગેરે જેવા સ્થાનિક મંદિરોમાં પણ આજે ખૂબ જ ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

⚡Pruthvi Gajjar | Bhavnagar (Gujarat)
📲Get App