🔥 TRENDING Shivrajkumar’s ‘Bell’ Releases Romanti... Goa Government to Roll Out 'Goa Ujjwal... AIFF bans Churchill Brothers from regi... Fruit fly brain research could shed li... Japfü Christian College marks 30th Fre... Nagaland Government Sets Up SIT to Pro...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહીસાગર: ખોટા લગ્ન કરાવી છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા, દુલ્હન સગીર નીકળી

✍️ Reporter: AKASH JOSHI 🗓 04 Sep 2026, 02:31 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં ખેડૂત પુત્ર સાથે ખોટી લગ્નવિધિ કરાવી ૫.૨૭ લાખ રૂપિયા પડાવી લેનાર ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ગેંગમાં સામેલ દુલ્હન સગીર વયની હોવાનું બહાર આવ્યું છે.

મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના ખારોલ ગામે એક ખેડૂત પુત્ર સાથે બનાવટી લગ્ન કરાવી, ૫,૨૭,૦૦૦ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીના પડાવી લેનાર દુલ્હન અને તેની ગેંગ ફરાર થઈ ગઈ હતી. આ અંગે ભોગ બનનાર યુવકે કોઠંબા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ અધિક્ષક સફીન હસનના આદેશ બાદ મહીસાગર એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર વી. ડી. ધોરડાની આગેવાની હેઠળ તપાસ તેજ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પોલીસે ચાર આરોપીઓ પૈકી ત્રણને ઝડપી પાડ્યા છે. જેમાં નટુભાઈ હિમતભાઈ ગોહિલ (રહે. અડાસ, તા. બોરસદ, જી. આણંદ) અને નિકીતાબેન ભરતભાઈ ચાવડા (રહે. ઉડેલ, તા. ખંભાત, જી. આણંદ)નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓને રાજસ્થાનના સજ્જનગઢ, બાંસવાડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, લગ્ન કરનાર દુલ્હન સગીર વયની છે. કાયદાના સંઘર્ષમાં આવેલ આ કિશોરીને પણ સજ્જનગઢ, બાંસવાડા (રાજસ્થાન) ખાતેથી હસ્તગત કરવામાં આવી છે. હાલમાં, પોલીસ દ્વારા દલાલ અને વચેટીયા મળી કુલ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી, જે દુલ્હનના પિતા તરીકે ઓળખાતો હતો, તે હજુ ફરાર છે. પોલીસે સગીર દુલ્હન અને તેના સાગરીતો સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. મહીસાગર એસ.ઓ.જી. ટીમે લગ્નના નામે છેતરપિંડી કરતી આ ટોળકીને ઝડપી પાડી પોતાની કુશળતા અને ઝડપી કામગીરીનો પરિચય આપ્યો છે, જેના કારણે આવા ગુનાખોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
📲Get App