🔥 TRENDING પ્રાંતિજમાં વિદેશી દારૂની હેરાફેરીમાં... नवविवाहिता पर 7.05 लाख की लूट, एक संदि... Congress Leaders Sachin Pilot, Partap... Old Saraighat Bridge in Guwahati Reope... Assam Announces Rs 50,000 Crore Invest... JCECEB Announces Round 1 Seat Allotmen...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેનેરા બેંક લુણાવાડા ખાતે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી લૉન મેળવાનું કૌભાંડ
National

કેનેરા બેંક લુણાવાડા ખાતે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી લૉન મેળવાનું કૌભાંડ

✍️ Reporter: Burhaan sibhai 🗓 04 Sep 2026, 06:56 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કેસરબેન નામની મૃતક મહિલાના નામના ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી લુણાવાડા કેનેરા બેન્ક માંથી રૂપિયા 7 લાખની લોન મેળવી હોવાની ફરિયાદ અગાઉ નોંધાયેલ હતી પોલીસ તપાસ બાદ આ કૌભાંડમાં બેંકમાંથી આવા અનેક લોકોના નામે ખોટા પુરાવાઓ રજૂ કરી બેંકમાંથી લોન મેળવનાર ઈસમોની લુણાવાડા ટાઉન પોલીસે ધરપકડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં આ કૌભાંડમાં સામેલ સાત વ્યક્તિઓની લુણાવાડા ટાઉન પોલીસે ધરપકડ કરી છે આ કૌભાંડના મુખ્ય એજન્ટ કિરીટભાઈ માછી અને અન્યાય સમો દ્વારા આજુબાજુના ગામના લોકોના બોગસ દસ્તાવેજો ભેગા કરી બેંકમાં રજૂ કરી કૃષિ ધિરાણ લોન મેળવી હોવાની બાબત સામે આવી છે ધરપકડ કરાયેલ અન્ય એક આરોપી જેમલ માલીવાડ કે જે પોતે એન્જિનિયર છે જેની પાસેથી અલગ અલગ પંચાયતોના તલાટીઓના સિક્કાઓ મળી આવ્યા છે જેનો ઉપયોગ કરી બનાવેલા શંકાસ્પદ દસ્તાવેજો પણ પોલીસે કબજે કર્યા છે પોલીસે કેનેરા બેન્કમાંથી 12 જેટલી શંકાસ્પદ કૃષિ ધિરાણની ફાઈલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે
📲Get App