🔥 ट्रेंडिंग શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ: ૧૦૮ મટ... સંજિવ નૌટિયાલે હેલ્થ કારણોસર ઉજ્જિવન સ... સુરતના અડાજણમાં ગણપતિ આગમન દરમિયાન હિં... जन्माष्टमी को लेकर जे.के. मंदिर की सुर... અમદાવાદમાં હેલ્મેટ ક્રોસ રોડ પાસે બળી... અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે શ્રીકૃષ્ણ...
04 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
अपराध

હિંમતનગરમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 04 सित. 2026, 05:30 PM 👁 4
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને રૂ. 1,000/- લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા.

મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરે રૂ. 1,000/- લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા.

એક જાગૃત નાગરિકે રેતી ભરેલા ટ્રેક્ટરને પોલીસ દ્વારા ડિટેઇન ન કરવા બદલ હેડ કોન્સ્ટેબલને રૂ. 2,000/- લાંચની માંગણી કરી, જેમાં પ્રથમ હપ્તા માટે રૂ. 1,000/- તાત્કાલિક આપવાનું નક્કી થયું.

ફરિયાદી લાંચ ચૂકવવા ઇચ્છતા ન હોવાથી મહેસાણા ACB પોલીસ સ્ટેશનને સંપર્ક કરી ફરિયાદ નોંધાવી. 3 સપ્ટેમ્બરે ACB ઇન્સ્પેક્ટર શ્રીમતી H.J. પટેલ અને ટીમે હિંમતનગર RTO સર્કલ પાસે આવેલી ગ્રામ્ય પોલીસ ચોકી ખાતે છટકું ગોઠવ્યું.

લાંચની રકમ સ્થળ પરથી રીકવર કરી હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
📲Get App