🔥 TRENDING सरस्वती शिशु मंदिर एचटीपीपी दर्री में... ધાંગધ્રા તાલુકાના વસાડવા ગામમાં જુગાર... On 1september.the sumo stand service a... कान्हा की भक्ति में रंगेगा कनबेरी का ग... ನಟ ಕಿಚ್ಚ ಸುದೀಪ್ ಅವರ ಹುಟ್ಟುಹಬ್ಬದಂದು 'ಬಿ... CCTVમાં ભુંડ બન્યું ‘ચોર’! રાજુલા પોલી...
02 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા નજીક લુણસાપુર દાદા મંદિરે નાગપાંચમનો અનેરો મેળો અને અલૌકિક પરંપરા

રાજુલા નજીક લુણસાપુર દાદા મંદિરે નાગપાંચમનો અનેરો મેળો અને અલૌકિક પરંપરા

✍️ Reporter: Anil Vaghela 🗓 02 Sep 2026, 07:54 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નજીક લુણસાપુર દાદા મંદિરે નાગપાંચમનો અનેરો મેળો અને અલૌકિક પરંપરા

રાજુલા, તા 1/09/2026

રાજુલા શહેરથી માત્ર 13 કિલોમીટર દૂર આવેલું પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે લુણસાપુર દાદાનું મંદિર.

દર વર્ષે નાગપાંચમના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરની બાજુમાં જ તળાવ આવેલું છે અને નાગપાંચમના દિવસે સાક્ષાત નાગદાદા તળાવમાં દર્શન દે છે, તેવી ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે.

લુણસાપુર દાદાના મંદિરે વર્ષોથી એક અનોખી પરંપરા* ચાલી આવે છે. નાગપાંચમના દિવસે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો વહેલી સવારથી પગપાળા ચાલીને દાદાના દર્શને જાય છે.

રસ્તામાં ઠેર ઠેર ગામના લોકો અને સેવાભાવી યુવાનો દ્વારા ચા પાણી અને નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવે છે. ભક્તોને ભાવથી નાસ્તો કરાવે છે, ચા-પાણી પીવડાવે છે. આ અનેરો ઉત્સવ અને અનોખી સેવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે

મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રાચીનછે. મંદિરે આવતા દરેક ભક્તજનોને અહીં ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવે છે.

મંદિરની બાજુમાં જ મીઠા પાણીનું વિશાળ તળાવ* આવેલું છે, જ્યાં કુદરતી સૌંદર્ય જોવા મળે છે. શ્રદ્ધા અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ અહીં જોવા મળે છે.

તો એક દિવસ જરૂર લુણસાપુર દાદાના દર્શને જાઓ અને ધન્ય બનો.

સ્થળ: લુણસાપુર દાદાનું મંદિર, રાજુલાથી 13 કિ.મી
📲Get App