Crime
સાબરકાંઠા - પોશીના તાલુકામાં ફરીએકવાર ખાણ - ખનીજ *પોશીના તાલુકામાં ખાણ-ખનીજ માફિયાઓ સામે ફરી એકવાર લાલ આંખ - મુકેશ ડાભી*
*સાબરકાંઠા જિલ્લા સદસ્યએ ગેરકાયદેસર ખનન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, તંત્રને તપાસ માટે કરી રજૂઆત* *સાબરકાંઠા / પોશીના:* સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં બેફામ રીતે ચાલતા ગે
સાબરકાંઠા - પોશીના તાલુકામાં ફરીએકવાર ખાણ - ખનીજ *પોશીના તાલુકામાં ખાણ-ખનીજ માફિયાઓ સામે ફરી એકવાર લાલ આંખ - મુકેશ ડાભી*
*સાબરકાંઠા જિલ્લા સદસ્યએ ગેરકાયદેસર ખનન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, તંત્રને તપાસ માટે કરી રજૂઆત*
*સાબરકાંઠા / પોશીના:* સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં બેફામ રીતે ચાલતા ગેરકાયદેસર ખાણ-ખનીજના ખનન અને વહનને લઈને ફરી એકવાર સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ મામલે સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય *શ્રી મુકેશભાઈ ડાભી* દ્વારા કડક વલણ અપનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારો અને નદીના પટમાં રાત-દિવસ ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. ભારે વાહનોના કારણે ગ્રામ્ય રસ્તાઓ તૂટી રહ્યા છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને સરકારને લાખો રૂપિયાની મહેસૂલી ખોટ જઈ રહી છે.
આ અંગે જિલ્લા સદસ્યશ્રી મુકેશ ડાભીએ જણાવ્યું હતું કે, "આદિવાસી વિસ્તારની કુદરતી સંપત્તિ લૂંટાવા દેવામાં નહીં આવે. અમે અગાઉ પણ પોશીના તાલુકામાં ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાવી હતી તેમાં વાહનો સિજ઼ કરાવી દંડ વસુલાત કરાવ્યા હતા ફરી એક વખત ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાવી વાહન પોલીસ સ્ટેશનમાં સિજ઼ એટલે કે જપ્ત કરાવીને દંડ ની પ્રોસેસ પ્રક્રિયા ચાલુ કરી હતી પણ જો વિસ્તારમાં - ખનીજ માફિયાઓ કાયદાના નીતિ નિયમો મુજબ પાલન કરીને ધંધો કરશે તો ચાલશે...... નહિ તો અમે બેદરકારી ચલાવીશું નહિ....
તેમણે આ બાબતે સંબંધિત ખાણ-ખનીજ વિભાગ, મામલતદારશ્રી અને કલેકટરશ્રીને ટેલિફોનિક -લેખિતમાં ફરિયાદ કરી ગેરકાયદેસર લીઝોની તપાસ, ઓવરલોડ વાહનો પર કાર્યવાહી અને જવાબદારો સામે કડક કાયદેસરના પગલા લેવાની માંગ કરી છે