🔥 TRENDING અલવા ગામે દીપડાનો આતંક, પાડીને ફાડી ખા... Chirag Paswan Aims to Capture Dalit Vo... Uttar Pradesh Distributes 18 Lakh New... 11 Dead in Mirzapur Road Accident Namchi Police Launches Nasha Mukt Bhar... Nar Bahadur Bhandari College Marks Nep...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સૂરજલોક ન્યુઝ ચેનલના બેસ્ટ પત્રકાર એવોર્ડનું સમારોહ સૂરજલોકમાં, અગોલ ગામના જાદવ હનિફભાઈને સન્માન

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 01 Sep 2026, 08:50 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

30 ઓગસ્ટ 2026 ના રોજ સૂરજલોકમાં સૂરજલોક ન્યુઝ ચેનલના બેસ્ટ પત્રકાર એવોર્ડનું સમારોહ યોજાયું, જેમાં અગોલ ગામના જાદવ હનિફભાઈને મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો.

30 ઓગસ્ટ 2026 ના રોજ સૂરજલોક જિલ્લાના સાયલા તાલુકાના લોયાધામ સ્વામિનારાયણ મંદિર (SS2) ખાતે સૂરજલોક ન્યુઝ ચેનલના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા બેસ્ટ પત્રકાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રમુખ મહાનુભાવો: શ્રી શંકરસિંહ વાઘેલા (બાપુ) – માજી મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય (અધ્યક્ષ સ્થાને); પરમ પૂજ્ય શ્રી સંઘુ સ્વામીજી – આધ્યાત્મિક ક્ષેત્ર; શ્રી જગદીશભાઇ મહેતા – વરિષ્ઠ પત્રકાર; મહંત શ્રી કરશનદાસ બાપુ – ભાદરકા; મહંત શ્રી શિવાનંદજી બાપુ – નાગાફોજ રાષ્ટ્રીય ધર્મ પ્રચારક; તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો અને આગેવાનો.

આ સમારોહ દરમિયાન અગોલ ગામના જાદવ હનિફભાઈ મોહમ્મદભાઈને માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ દ્વારા બેસ્ટ પત્રકાર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. એવોર્ડથી તેઓને પત્રકારત્વ અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વક કામગીરી માટે માન્યતા મળી.

ઉપસ્થિત તમામ અતિથિઓએ SS2 ન્યૂઝની પારદર્શક પત્રકારત્વની કામગીરીને બિરદાવ્યા અને ચેનલની આખી ટીમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
📲Get App