🔥 TRENDING तीसरी स्मृति शेष दिवस पर याद किए गए कॉ... जमशेदपुर में युवक पर जानलेवा हमला! રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની નવાગામ, મા... पोर्वोरिम 6-लेन फ्लाईओवर का विधायक जोश... गोवा पुलिस के सम्मान में ‘राइड ऑफ प्रा... સાબરકાંઠામાં ₹14.24 કરોડનું સાયબર ફ્રો...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બગસરા ડેપોમાં મહિલા કંડકટર કુંજલબેન મારૂને સસ્પેન્ડ, કર્મચારીઓમાં ફફડાટ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 01 Sep 2026, 05:44 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગસરા એસ.ટી. ડેપોમાં મહિલા કંડકટર કુંજલબેન મારૂને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા, અગાઉ અઠવાડિયામાં બે અન્ય કંડકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા.

બગસરા એસ.ટી. ડેપોમાં મહિલા કંડકટર કુંજલબેન મારૂને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપો મેનેજર નિમિષાબા ગઢવીએ જણાવ્યું કે, સોમવારે બપોરે ૧૩:૪૫ની ધારી-બગસરા-રાજકોટ એક્સપ્રેસ બસમાં ૧૪:૦૦ કલાકની બસના કંડકટરને મોકલી આ બસને રદ કરવાની ફરજ પડી, જે ૪૫ મિનિટ મોડી ઉપડેલ હતી.

બસની આ વિલંબથી મુસાફરોની ફરિયાદો ઉઠી અને નિગમની પ્રતિષ્ઠાને નુકસાન થયું. કુંજલબેન મારૂને આ બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સસ્પેન્શન દરમિયાન ડેપોમાં હાજરી પુરાવવાની રહેશે.

આમ, માત્ર એક અઠવાડિયામાં કંડકટર જયેશ મુંધવા, ભરત ભાંગરા અને હવે કુંજલબેન મારૂને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેના કારણે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
📲Get App