Local
ધારીના ફતેગઢ-છતડીયા અને ફતેગઢ-દેવળા માર્ગો પર ઝાડની ડાળીઓ કાપવા માટે તાત્કાલિક કાર્યવાહી
ફતેગઢ ગ્રામ પંચાયત સરપંચએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખીને બે મુખ્ય માર્ગો પર ઝાડી-ઝાંખરા વૃક્ષોની ડાળીઓ તાત્કાલિક કાપવાની માંગ કરી છે.
અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ફતેગઢથી છતડીયા અને ફતેગઢથી દેવળા સુધીના માર્ગો પર બંને બાજુ ઝાડી-ઝાંખરા અને નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ તાત્કાલિક કાપવાની વિનંતી કરવામાં આવી છે.
ગામના પ્રતિષ્ઠિત આગેવાન અને વોર્ડ નંબર ૩ ના સભ્ય શ્રી પ્રદિપભાઇ દવે દ્વારા મૌખિક રીતે ઉગ્ર રજુઆત કરવામાં આવી, જેમાં માર્ગ અને મકાન વિભાગમાં આવતી આ કામગીરીને ત્વરિત પૂર્ણ કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
આ બે માર્ગો ૫૨ કિલોમીટર સુધી વિસ્તૃત છે, અને હાલ વાહનચાલકો, ખેડુતો, પશુપાલકોને વૃક્ષોની ડાળીઓ કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોની આ તાત્કાલિક માગણી છે કે કામ જલદી પૂર્ણ કરવામાં આવે જેથી માર્ગ સુરક્ષિત અને સુગમ બને.