🔥 TRENDING హుజూర్నగర్‌లో మట్టి వినాయక విగ్రహాల పం... चमोली उत्तराखण्ड ઝઘડિયા GIDCમાં કોન્ટ્રાક્ટ માફિયાની ફર... ભોલાવ ગામમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફ... ઉપલેષમાં ભાયાવદરમાં 60 વર્ષીય પુરુષે 2... The Tribune logs surge in 'house to ho...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારિયાધારના ગણેશગઢ ગામે વીજ કરંટ લાગતા મહિલાનું મોત
Local

ગારિયાધારના ગણેશગઢ ગામે વીજ કરંટ લાગતા મહિલાનું મોત

✍️ Reporter: Makvana Jaydip 🗓 01 Sep 2026, 01:42 PM 👁 103
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામે આજે સવારે ભાગુ કામ કરતી વેળાએ 35 વર્ષીય મહિલાને ઝટકા મશીનનો કરંટ લાગતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, ગણેશગઢ ગામે ઠાકરશીભાઈ નારણભાઈ મેરિયાની વાડી ખાતે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સાગવાણી ગામના વતની સમીરભાઈ બગલ ભાગુનું કામ રાખ્યું હતું. આજે સવારે આશરે 8:30 વાગ્યે તેમની પત્ની નાનકીબેન ઉ.વ.35 વાડીમાં ઝટકા મશીન ચલાવી રહી હતી. દરમિયાન અચાનક મશીનમાંથી વીજ કરંટ લાગતાં નાનકીબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો દ્વારા મૃતદેહને ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાને પગલે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
📲Get App