🔥 ट्रेंडिंग दक्षिण भारत के बिग बॉस होस्ट्स ने किया... आंध्र प्रदेश में वाणिज्यिक कर संग्रह म... गोडावरी पुष्करालु से पहले पवन कल्याण न... अंध्र प्रदेश में 13 जेएनवी और दो एआईआई... गुजरात परिवार ने 41 साल की मस्तिष्क‑मृ... राजकोट में चाय की कीमतें बढ़ीं: आधा कप...
02 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
रक्षा

પીડિત બહેનને અપાવ્યો ન્યાય

✍️ रिपोर्टर: કુંતલકુમાર મુકેશચંદ્ર ચોક્સી 🗓 31 अग. 2026, 05:40 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ પ્રસંગને ધ્યાનમાં લઈને આપણે સૌ પણ આવા કાર્યોમાં આપણે કામગીરી કરતા રહીએ અને આપણે *નારી રક્ષા સેનાના ઉદ્દેશ્યને સાર્થક કરીએ* એવી તમામને મારી એક હૃદય પૂર્વક અપીલ છે.

બોરસદ તાલુકાના મહિલા અધ્યક્ષા નીપા બેન શાહને માહિતી મળી હતી કે બોરસદ તાલુકાની એક દીકરી શીતલબેનના લગ્ન વડોદરા જિલ્લાના દેસરા ગામે ૧૦ વર્ષ પહેલાં થયા હતાં.તેમનું લગ્નજીવન શરૂઆતના વર્ષો ઘણા સુખીથી વીતેલા હતા. એક દીકરીના જન્મ બાદ સાસરિયાંઓનો માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ થયો અને તે ત્રાસ વધતો ગયો. દહેજ ની માગણી પણ કરીને ત્રાસ અવારનવાર ગુજરાત રહ્યા હતા. સાસરીયોના ફસાઈ જ ત્રાસથી કંટાળીને શીતલબેન તેમના પડોશમાં તથા અન્ય સુરક્ષિત સ્થળે આશરો લીધો હતો.આ મામલે મહિલા પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી.આવી માહિતી મળતાં જ નારી રક્ષા સેના ની ટીમ સક્રિય થઈ ગઇ. બોરસદ તાલુકાના મહિલા અધ્યક્ષા નીપા બેન શાહ અને તેમની ટીમ તાત્કાલિક દેસરા ગામે પહોંચી ગયા હતાં પછી
પોતાની સૂઝબુધ અને અદમ્ય સાહસથી એક ઘરેલું હિંસાથી પીડિત મહિલાને પોતાની ટીમની મદદ લઈ તે પીડિતને શારીરિક અને માનસિક ત્રાસ માંથી બહાર કાઢી અને સુરક્ષિત રીતે પિયરમાં પહોંચાડી હતી.તેઓને કાયદાકીય પગલાં અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.વધુમાં તેમણે સાસરિયાઓ ને કડક શબ્દોમાં સમજાવીને ન્યાય અપાવવા કાર્ય કર્યું હતું.તેઓએ સાચા અર્થમાં "નારી રક્ષા સેના" ના ઉદ્દેશ્યને ખરેખર સાર્થક કરી બતાવવાની પહેલ કરી છે.
તેઓને હું(કુંતલભાઈ ચોકસી ,વડોદરા શહેર પ્રમુખ,નારી રક્ષા સેના)વ્યકિતગત રીતે જાણું છું અને ઓળખું પણ છું. તેથી હું તેમને નીપા ભાભી કહીને બોલાવું છું.તેઓ ખરેખર એક નિખાલસ સ્વભાવ અને પરોપકારી ભાવનાના માલિક છે. તેઓના વ્યક્તિગત જીવનમાં એમને પણ ઘણા ચઢાવ ઉતાર જોયા છે. *આ ઉમદા કાર્ય કરવા બદલ મારા હૃદયપૂર્વક ફરીથી એકવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન* છે.આ પ્રસંગને ધ્યાનમાં લઈને આપણે સૌ પણ આવા કાર્યોમાં આપણે કામગીરી કરતા રહીએ અને આપણે *નારી રક્ષા સેનાના ઉદ્દેશ્યને સાર્થક કરીએ* એવી તમામને મારી એક હૃદય પૂર્વક અપીલ છે.
📲Get App