🔥 TRENDING BJP climbs to second position in Megha... Tripura High Court frees four Banglade... Himachal Pradesh to Add Eggs and Fruit... कुत्ते और बकरे के बीच अनोखी भिड़ंत, लो... Two sentenced to one-year jail term in... Six Arrested in Bihar After Viral Vide...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*સીતા વનમાં મૂર્તિઓ ખંડિત કરવાના બનાવ સામે આદિવાસી સમાજમાં રોષ*
Crime

*સીતા વનમાં મૂર્તિઓ ખંડિત કરવાના બનાવ સામે આદિવાસી સમાજમાં રોષ*

✍️ Reporter: કિરીટકુમાર છગનલાલ પટેલ 🗓 31 Aug 2026, 08:12 AM 👁 47
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*31 ઓગસ્ટે ડાંગ કલેક્ટર કચેરીએ વિશાળ રેલી અને આવેદનપત્ર : જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ* ડાંગ, તા. 28 ઓગસ્ટ, 2026 ડાંગ જિલ્લાના સીતા વન ખાતે સીતા માતા, ભગવાન શ્રીરામ, લક્

*સીતા વનમાં મૂર્તિઓ ખંડિત કરવાના બનાવ સામે આદિવાસી સમાજમાં રોષ*
*31 ઓગસ્ટે ડાંગ કલેક્ટર કચેરીએ વિશાળ રેલી અને આવેદનપત્ર : જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ*
ડાંગ, તા. 28 ઓગસ્ટ, 2026
ડાંગ જિલ્લાના સીતા વન ખાતે સીતા માતા, ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાના બનાવને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે આજે ગારખડી ગામે હનુમાન મંદિર ખાતે પૂર્વ પટ્ટા વિસ્તારના આશરે 20થી 25 ગામોના આગેવાનો અને સમાજના અગ્રણી નાગરિકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં બનાવ અંગે ગંભીર ચર્ચા કરી જવાબદાર તત્ત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે તા. 31 ઓગસ્ટ, 2026, સોમવારના રોજ સવારે 10:00 કલાકે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે.
બેઠકમાં ખાસ કરીને જણાવાયું હતું કે આ કાર્યક્રમને કોઈ રાજકીય પક્ષ સાથે જોડવામાં નહીં આવે. હિન્દુ, ખ્રિસ્તી કે અન્ય કોઈ ધાર્મિક ઓળખના આધારે નહીં પરંતુ “આદિવાસી સમાજ તરીકે એકતા”ના ભાવ સાથે લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ કોઈ સમાજ કે ધર્મ વિરુદ્ધ નથી. અમારી માંગ માત્ર એટલી છે કે આસ્થાના સ્થળે બનેલી ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.”
બેઠકમાં સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે કે તા. 31 ઓગસ્ટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહે અને કાર્યક્રમને શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ તથા કાયદાની મર્યાદામાં સફળ બનાવે.
મુખ્ય માંગણીઓ
મૂર્તિઓ ખંડિત કરવાના બનાવની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
જવાબદાર વ્યક્તિઓ/તત્ત્વો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ અને કડક કાર્યવાહી કરવામાં આવે.
સીતા વન ખાતેની મૂર્તિઓ તથા આસ્થાના સ્થળની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
ખંડિત થયેલી મૂર્તિઓનું ધાર્મિક વિધિ મુજબ પુનઃસ્થાપન કરવામાં આવે.
આવી ઘટના ફરી ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે.
“આસ્થા, સંસ્કૃતિ અને શાંતિનું રક્ષણ — સમગ્ર સમાજની જવાબદારી.”
— ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો
📲Get App