🔥 TRENDING मगध विश्वविद्यालय के हुए सड़क हादसे मे... વાડજ સર્કલ નજીક 700 મીટર લાંબો ફોર-લેન... બેંગલુરુમાં ટ્રેનિંગ દરમિયાન હાર્દિક પ... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિર્ગિઝસ્તા... મેઘરજના ઈસરી આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેક... GAICએ 1156 એગ્રી બિઝનેસ સેન્ટર્સ દ્વાર...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના કરકથલ ગામમાં શ્રાવણિયો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

✍️ Reporter: Gilani Asikali 🗓 31 Aug 2026, 03:00 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ રૂરલ પોલીસ મથકને મળેલી બાતમીના આધારે પોલીસે કરકથલ ગામના પરા વિસ્તારમાં દરોડો પાડી જાહેર જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે નરેન્દ્રભાઈ રમેશભાઈ ઠાકોર, મનુભાઈ ઉદાભાઈ ઠાકોર, મુકેશભાઈ નાનુભાઈ ઠાકોર, ઈશ્વરભાઈ મનુભાઈ ઠાકોર અને જગદીશભાઈ રમેશભાઈ ઠાકોર, તમામ રહે. કરક્થલ, વિરમગામ,ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૧૦,૦૫૦ની રોકડ તથા જુગારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે વિરમગામ રૂરલ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App