વૈવા ગામે વન્ય પ્રાણીનો આતંક સાંતલપુર તાલુકાના વૈવા ગામે રાત્રિના સમયે વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં માણસો તેમજ પશુ-પ્રાણીઓને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
વૈવા ગામે વન્ય પ્રાણીનો આતંક
સાંતલપુર તાલુકાના વૈવા ગામે રાત્રિના સમયે વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં માણસો તેમજ પશુ-પ્રાણીઓને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. વૈવા ગામે વન્ય પ્રાણીનો આતંક
સાંતલપુર તાલુકાના વૈવા ગામે રાત્રિના સમયે વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં માણસો તેમજ પશુ-પ્રાણીઓને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ખાસ કરીને નાના બાળકો સહિત કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે મહેસાણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ અને ફોરેસ્ટ કર્મચારીઓ સવારથી વૈવા ગામે પહોંચી વન્ય પ્રાણીની શોધખોળ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી વન્ય પ્રાણી ફોરેસ્ટ વિભાગની ટીમને નજરે પડ્યું નથી.
વન્ય પ્રાણી હજુ પકડાયું કે ગામની હદમાંથી બહાર ગયું હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ ન હોવાથી વૈવા ગામમાં હજુ પણ ભયનો માહોલ યથાવત છે.
ગામલોકોમાં માંગ ઉઠી રહી છે કે વન વિભાગ દ્વારા સઘન શોધખોળ હાથ ધરી વન્ય પ્રાણીને વહેલી તકે પકડી લેવામાં આવે, જેથી વધુ કોઈ વ્યક્તિ કે પશુ તેનો ભોગ ન બને.
તંત્ર દ્વારા ગામલોકોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અપીલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.