🔥 TRENDING ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરા... बागबेड़ा में युवक पर जानलेवा हमला! घर... IMD Forecasts Heavy to Very Heavy Rain... West Bengal Under Heavy Rain Alert; Fi... Uttarakhand Issues Orange Weather Aler... Vishal Malhotra reminisces about ‘Hip...
30 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં વરસાદ ન આવવાથી ખેડુતોને દુષ્કાળ, પાક બળી જવાની ચિંતા
Agriculture

અમરેલીમાં વરસાદ ન આવવાથી ખેડુતોને દુષ્કાળ, પાક બળી જવાની ચિંતા

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 30 Aug 2026, 06:12 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વર્ષા ના આવવાના કારણે 15 દિવસમાં પાક બળી જવાની અને પાટુ જેવો ઘાટ સર્જાવાની શક્યતા છે, ખેડુતોને તાત્કાલિક સહાયની જરૂર.

સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં, ખાસ કરીને અમરેલી જિલ્લામાં, છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતો હોવાથી ખેડૂતોને ગંભીર દુષ્કાળનો સામનો કરવો પડી રહ્યો છે.

જુલાઈના પ્રારંભમાં સારો વરસાદ પડ્યો હતો, જેના કારણે મગફળી, કપાસ, તુવેર અને સોયાબીનનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ વરસાદ ન આવવાથી આ પાકો હવે બળી જવાની અને પાટુ જેવો ઘાટ સર્જાવાની સ્થિતિમાં છે.

ખેડુતોનું કહેવું છે કે જો આગામી 15 દિવસમાં કોઈ વરસાદ ન પડે તો પાકની સંપૂર્ણ નુકશાન અને ખેડુતોની આર્થિક સ્થિતિને ગંભીર અસર થશે.

ખેડુત આગેવાન જયસુખભાઇ નસીતએ આ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી, તાત્કાલીક સરકારની સહાય માટે વિનંતી કરી.
📲Get App