🔥 TRENDING Meghalaya’s FY2024‑25 Budget Estimates... CAG warns of rising debt stress in Meg... Thumbay Media Unveils Gulf Education,... SIR Scheme to Launch in Tripura’s West... IMD predicts widespread rainfall acros... Heavy rain causes house collapse in Ka...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી બ્લડ પ્રેશર દવાઓનું આંતરરાજ્ય રેકેટ ખુલાસો, ત્રણ આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 Aug 2026, 09:32 AM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં નકલી બ્લડ પ્રેશર સ્ટ્રીપ્સની વેચાણની આંતરરાજ્ય યોજના ખુલ્લી થઈ, ક્રાઈમ બ્રાન્ચે દર્શીલ સંઘવી, દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી બ્લડ પ્રેશર દવાઓની વેચાણની આંતરરાજ્ય રેકેટનું પર્દાફાશ કર્યું છે અને આ મામલે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમદાવાદના પાર્શ્વ મેડિકલના દર્શીલ સંઘવી, ઉત્તર પ્રદેશના લખનઉના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીનો સમાવેશ થાય છે.

તપાસમાં જાણવા મળ્યું કે લખનઉથી અમદાવાદમાં કુલ 3,600 નકલી BP સ્ટ્રીપ્સ મોકલવામાં આવી હતી, જેમાં 2,700 સ્ટ્રીપ્સ અમદાવાદમાં પહોંચ્યા અને 900 સ્ટ્રીપ્સ મૈસૂરમાં મોકલાયા. અમદાવાદમાં પહોંચેલી 2,700 સ્ટ્રીપ્સમાંથી ક્રાઈમ બ્રાન્ચે 1,200 સ્ટ્રીપ્સ જપ્ત કરી, બાકી 1,500 સ્ટ્રીપ્સ દર્દીઓને વેચાઈ ચૂક્યા હતા.

આ નકલી દવાઓ માત્ર અમદાવાદમાં જ નહીં, સુરત, ભાવનગર, નડિયાદ અને ભુજ સુધી પણ પહોંચાડવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે.
📲Get App