राजनीति
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારના વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા ૨ કરોડની વધારાની ગ્રાન્ટની જાહેરાત
રક્ષાબંધનના શુભ અવસરે રાજ્યની મહિલા જનપ્રતિનિધિઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહિલા ધારાસભ્યોના મતવિસ્તારના માળખાકીય વિકાસ માટે નિયમિત ગ્રાન્ટ ઉપરાંત ૨ કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે.
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્યની મહિલા ધારાસભ્યો માટે એક આવકારદાયક અને વિકાસલક્ષી નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યની તમામ મહિલા ધારાસભ્યોના મતવિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ, નિયમિત ગ્રાન્ટ ઉપરાંત, દરેક મહિલા ધારાસભ્યના મતવિસ્તારના રોડ-રસ્તા અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓના પ્રાથમિક વિકાસ કાર્યો માટે ૨ કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
આ નિર્ણય મહિલા સશક્તિકરણ અને વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીનો આ લોકહિતકારી નિર્ણય મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારના વિકાસ કાર્યોને વધુ અસરકારક રીતે આગળ વધારવામાં મદદરૂપ થશે. આનાથી રાજ્યના દરેક વિસ્તારમાં વિકાસના કાર્યોને નવી ગતિ મળશે અને મહિલા શક્તિને વધુ સક્ષમ બનાવવામાં યોગદાન મળશે.
આ નિર્ણય બદલ ઠક્કરબાપાનગર વિધાનસભા ૪૮ના ધારાસભ્ય શ્રીમતી કંચનબેન વિનુભાઈ રાદડિયા સહિત અનેક મહિલા જનપ્રતિનિધિઓએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ગ્રાન્ટ વિકાસના માર્ગમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.