🔥 TRENDING अंधरवारी पंचायत में सखी वार्ता: महिलाओ... ધાંગધ્રા શહેરમાં જાહેર જુગારમાં સાત વ્... રક્ષાબંધન પર નરસિંહ મહેતા સરોવરમાં બહે... Asha Bhosle’s Final Recorded Song Set... New Song 'Pagg Banni C' Featured in Th... 13 Karnataka Residents Stranded in Nep...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રી પી. એન. પંડ્યા કોલેજ ખાતે ખેલો ઇન્ડિયા ડાયલોગ કાર્યક્રમ યોજાયો
National

શ્રી પી. એન. પંડ્યા કોલેજ ખાતે ખેલો ઇન્ડિયા ડાયલોગ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Burhaan sibhai 🗓 28 Aug 2026, 08:13 AM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી પી.એન. પંડ્યા આર્ટ્સ, એમ.પી. પંડ્યા સાયન્સ અને શ્રીમતી ડી.પી. પંડ્યા કોમર્સ કોલેજ, લુણાવાડા ખાતે તા. 27 ઓગસ્ટ, 2026ના રોજ ભારત સરકારના ‘ખેલો ઈન્ડિયા’ અભિયાન અંતર્ગત ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ – ખેલ કી બાત PM મોદી કે સાથ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ, ઉત્સાહ અને ભાગીદારી વધારવાનો તેમજ રમતગમત ક્ષેત્રે રહેલી તકો અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવા આઇકોન્સ તથા યુવા પ્રતિભાઓની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ પ્રેરણાદાયી બનાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત યુવા આઇકોન્સ જેનિશ પંચાલ તથા ધ્વની પટેલ, ધ્રુવીલ ચૌધરી તેમજ માય ભારત વોલન્ટીયર્સ દ્વારા વિદ્યાર્થીઓ સાથે રમતગમત, શિસ્ત, મહેનત, આત્મવિશ્વાસ, ટીમવર્ક તથા રાષ્ટ્રીય વિકાસમાં યુવાનોની ભૂમિકા અંગે સંવાદ કરવામાં આવ્યો હતો. મહીસાગરના નેશનલ લેવલના આર્ચરી ખેલાડીઓ મયંક રાઠોડ અને વૈભવી પરમાર ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના પ્રશ્નો અને વિચારો રજૂ કર્યા હતા. જેમાં ડૉ. આઈ.વી.ડામોરે વિધાર્થીઓને કોલેજમાં રમતગમત માં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના સફળ આયોજન બદલ ગુજરાતી વિભરના અધ્યક્ષ ડૉ. એસ.એલ.ત્રિવેદી. એ ડૉ. એમ.પી. ચંપાવતને અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા આયોજક ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ‘ખેલો ઈન્ડિયા’ના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે નવી ઊર્જા અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તેવો સંદેશ સમગ્ર કાર્યક્રમમાંથી પ્રાપ્ત થયો હતો
📲Get App