🔥 TRENDING રક્ષાબંધન: ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું... પદ મોટું હોય, પરંતુ સાદગી દિલમાં હોય ત... મહીસાગર: બાલાસિનોર નજીક કેડીગઢ પરબિયા... કુંકાવાવ તાલુકાના માર્ગોને રૂ. 4.50 કર... ભરૂચ સબજેલ: રક્ષાબંધન પર્વે ભાઈ-બહેનની... અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદ...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પ્રાંતિજ પોલીસે બાલીસણા ગામની સીમમાંથી ૧ કિલો ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 28 Aug 2026, 01:54 PM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારના બાલીસણા ગામની સીમમાંથી પોલીસે ૧ કિલો ૯૬ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂપિયા ૫૮,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (IPS) ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ કેફી ઔષધો અને માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણ નેસ્તનાબુદ કરવાના અભિયાન અંતર્ગત પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર.પઢેરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

બાતમી હકિકતના આધારે, પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારના બાલીસણા ગામની સીમમાં રહેતા રમેશસિંહ સરદારસિંહ મકવાણા નાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે રેઇડ કરી હતી. આ રેઇડ દરમિયાન આરોપીના મકાનમાંથી કુલ ૧ કિલો ૯૬ ગ્રામ ગાંજો, જેની કિંમત રૂપિયા ૫૮,૩૦૦/- થાય છે, તે મુદ્દામાલ સાથે આરોપી રમેશસિંહ સરદારસિંહ મકવાણાને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો.

આરોપી વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બી-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૬૧૦૪૫/૨૦૨૬ હેઠળ નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ-૧૯૮૫ (NDPS એક્ટ) ની કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અંકલેશ્વર, ભરૂચના રહેવાસી અશોક અને અસલમ નામના બે આરોપીઓને પકડવાના બાકી રાખ્યા છે. પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન, વજન કાંટો અને પ્લાસ્ટીકની થેલીઓ મળી કુલ રૂપિયા ૫૮,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
📲Get App