🔥 TRENDING અમરેલી: બગસરા-ફતેપુરા બસ ન ઉપાડનાર કંડ... West Bengal government to use state au... ‘The Odyssey’ Shot Entirely in 70mm IM... Kalyani Priyadarshan says Ranveer Sing... APBB meeting convened in Arunachal Pra... Ceigall India JV Secures Rs 704.70 Cro...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નડાબેટ ખાતે વીર જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી

✍️ Reporter: Lalabhai D Darji 🗓 28 Aug 2026, 02:03 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નડાબેટ ખાતે વીર જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી

નડાબેટ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની પૂર્વસંધ્યાએ સરહદ પર દેશની સુરક્ષા માટે અવિરત ફરજ બજાવતા વીર જવાનો સાથે રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદી વિસ્તારના આ મહત્વપૂર્ણ સ્થળે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ પરિવારથી દૂર રહી રાષ્ટ્રસેવામાં સમર્પિત જવાનો પ્રત્યે સ્નેહ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો હતો.

રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે કાર્યક્રમમાં ઉપસ્થિત રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જવાનોની ફરજ, શૌર્ય, ત્યાગ અને રાષ્ટ્રપ્રેમને બિરદાવવામાં આવ્યા હતા. કપરા હવામાન અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ સરહદની સુરક્ષા માટે અડગ રહી ફરજ બજાવતા જવાનો દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે.

મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, દેશની સરહદો પર જવાનોની નિષ્ઠા અને સમર્પણને કારણે સમગ્ર દેશ સુરક્ષિત અને નિશ્ચિંત છે. રક્ષાબંધનનો પર્વ માત્ર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક નથી, પરંતુ દેશની રક્ષા કરનારા જવાનો સાથેના અતૂટ લાગણીસભર બંધનને પણ વ્યક્ત કરે છે. તેમણે જવાનોના સુખ, સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સુરક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં મંત્રીએ કહ્યું હતું કે, પરિવારથી દૂર રહી દેશને સર્વોપરી માનીને ફરજ બજાવતા જવાનોના ત્યાગને દેશ ક્યારેય ભૂલી શકે નહીં. સરહદ પર જવાનોનું સમર્પણ છે, એટલે દેશ સુરક્ષિત છે અને દેશવાસીઓ તહેવારો આનંદપૂર્વક ઉજવી શકે છે. કાર્યક્રમ અંતે જવાનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ સાથે તેમના અવિરત રાષ્ટ્રસેવા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
📲Get App