Agriculture
સાબરડેરીની ૬૨મી સામાન્ય સભા: રૂ. ૫૬૦ કરોડનું રિટેન્શન મની ચૂકવાયું, ૭૦થી વધુ ચેરમેનોનું સન્માન
સાબરડેરીની ૬૨મી સાધારણ સભા ગુરૂવારે યોજાઈ હતી, જેમાં ગત વર્ષના કામગીરી અહેવાલ રજૂ કરાયો હતો અને રૂ. ૫૬૦ કરોડનું રિટેન્શન મની ચૂકવવાની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે ૨૧ વર્ષથી વધુ સેવા આપનાર ૭૦થી વધુ ચેરમેનોનું સન્માન કરાયું હતું.
સાબરડેરીના હોલમાં ગુરૂવારે સંસ્થાની ૬૨મી સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન અને સાબરડેરીના ચેરમેન શામળ પટેલે વર્ષ દરમિયાન થયેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે ૩૦ જૂન પહેલાં સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ રિટેન્શન મની ચૂકવવાની જાહેરાત કરાઈ હતી. તે મુજબ, વર્ષ ૨૦૨૫-૨૬ માટે દૂધ ઉત્પાદકોની અપેક્ષા અને હિતને ધ્યાનમાં રાખીને રૂ. ૫૬૦ કરોડની રકમ, સરેરાશ રૂ. ૧,૦૦૭ પ્રતિ કિલો ફેટ પ્રમાણે, તા. ૨૯ જૂને જ દૂધ ઉત્પાદકોને ચૂકવી દેવામાં આવી છે.
શામળ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮-૦૯માં સંઘનું ટર્નઓવર ૧,૦૦૦ કરોડ રૂપિયા હતું, જે આજે વધીને ઐતિહાસિક રૂ. ૧૦,૧૩૩ કરોડ સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ ટર્નઓવરમાં રૂ. ૫૬૪ કરોડનો વધારો નોંધાયો છે. આ વિકાસ સભાસદોના દૂધ સહકારી પ્રવૃત્તિ પ્રત્યેના અતૂટ વિશ્વાસનું પરિણામ છે, તેમ વાઈસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલે જણાવ્યું હતું.
સભા દરમિયાન, વર્ષ ૨૦૨૫-૨૬માં સૌથી વધુ દૂધ સંપાદન કરનાર શ્રેષ્ઠ ૧૦ દૂધ મંડળીઓનું મોમેન્ટો અને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનિત મંડળીઓમાં અરવલ્લી જિલ્લાની ૮ અને સાબરકાંઠા જિલ્લાની ૨ પ્રગતિશીલ દૂધ ઉત્પાદક મંડળીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અમૂલ દૂધની બનાવટોના વેચાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૩ દૂધ મંડળીઓને પણ પુરસ્કૃત કરાઈ હતી.
આ પ્રસંગે, દૂધ મંડળીઓમાં સતત ૨૧ વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ૭૦ થી વધુ ચેરમેનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન તેમના લાંબા ગાળાના યોગદાન અને સહકારી પ્રવૃત્તિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવા માટે આયોજિત કરાયું હતું.