🔥 ट्रेंडिंग नेपाल बाढ़ के बाद मध्य प्रदेश के परिवा... 8 साल का बच्चा पिता द्वारा भाई की हत्य... सिकर पुलिस ने 6 करोड़ की पावर‑ग्रिड वा... एआईएमआईएम ने काइट चुनाव चिन्ह से इनकार... कार‑बस टक्कर में दो लोगों की मौत महाराष्ट्र के सीएम फडनवीस ने विश्वविद्...
29 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કરચેલિયા ગામમાં રક્ષાબંધનની તૈયારીઓ પૂરજોશમાં, રાખડી બજારમાં જોવા મળી ચહલપહલ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 27 अग. 2026, 08:22 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કરચેલિયા ગામમાં રક્ષાબંધનની તૈયારીઓ

મહુવા તાલુકાના કરચેલિયા ગામમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

રક્ષાબંધનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગામના બજારમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. બહેનો પોતાના ભાઈઓ માટે સુંદર અને મનપસંદ રાખડીઓની ખરીદી કરતી જોવા મળી રહી છે.

બજારમાં નાની બાળકીોથી લઈને મોટી બહેનો સુધી સૌ કોઈ ઉત્સાહપૂર્વક રાખડીની ખરીદી કરી રહ્યા છે. રંગબેરંગી અને વિવિધ ડિઝાઇનની રાખડીઓ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીના પવિત્ર પર્વ રક્ષાબંધનને લઈને કરચેલિયા ગામમાં પણ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
📲Get App