🔥 TRENDING કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમ... ધારી તાલુકા આર.બી.એસ.કે. ટીમ ની પ્રશંસ... વાગ્રા માં ધાતુ ભરેલી ટ્રક ઉલટી, માર્ગ... માનગઢ ગામની આંગણવાડીમાં બાળકો દ્વારા ર... બોટાદ જિલ્લાની રાણપુર તાલુકાની શ્રીનાન... समाचार चैनल के नाम पर धोखाधड़ी
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રક્ષાબંધન

રક્ષાબંધન

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 27 Aug 2026, 05:28 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રક્ષાબંધન

એસ. આર. હાઈસ્કૂલ દેવગઢ બારીઆ ખાતે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક રક્ષાબંધન પર્વની ઉજવણી સંપન્ન
દેવગઢ બારીઆ:
તારીખ 27/08/2026

દેવગઢ બારીઆ સ્થિત ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત શિક્ષણધામ 'એસ. આર. હાઈસ્કૂલ' ખાતે ભાઈ-બહેનના અતૂટ સ્નેહ, સમર્પણ અને પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વની ભવ્ય તેમજ ભાવસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસરમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની અનોખી સુવાસ પ્રસરી ગઈ હતી.
કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ શાળાના આદરણીય આચાર્યશ્રી એમ. આઈ. અરબ સાહેબ તથા સુપરવાઈઝરશ્રી એન. એલ. હઠીલા સાહેબે સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારને રક્ષાબંધન પર્વની અંતઃકરણપૂર્વક મંગલમય શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના વિષય-શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વ પાછળ રહેલું પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક તેમજ સામાજિક મહત્વ વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. આ સાથે ભારતના વિવિધ રાજ્યોમાં આ પર્વ બળેવ, નાળિયેરી પૂનમ, શ્રાવણી, કજરી પૂર્ણિમા કે ઝૂલન પૂર્ણિમા જેવા વિવિધ નામો અને લોકરીતિઓ સાથે કેવી રીતે ઉજવાય છે તેની રસપ્રદ માહિતી આપી વિદ્યાર્થીઓના જ્ઞાનક્ષિતિજને વિસ્તૃત બનાવ્યું સૌએ પોતાનાં વક્તવ્યમાં સંસ્કાર, સદાચાર અને પારિવારિક મૂલ્યોને જીવનમાં ઉતારવા અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય ચરણમાં શાળાના તમામ વર્ગોની વિદ્યાર્થીની પ્રતિનિધિ સભા ની બહેનો દ્વારા વિદ્યાર્થી પ્રતિનિધિ સભાના ભાઈઓને કુમકુમ તિલક કરી, અક્ષત ચોંટાડી, વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે કાંડે રક્ષાસૂત્ર બાંધી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું તથાં બહેનોએ ભાઈઓના દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્યની મંગલકામના કરી હતી. તેના પ્રત્યુત્તરમાં ઉપસ્થિત ભાઈઓએ બહેનોને તેમની રક્ષા, સન્માન અને સહકાર આપવાનું અડગ વચન આપ્યું હતું.
સમગ્ર આયોજન થકી વિદ્યાર્થીઓને શીખવા મળ્યું કે રાખડી એ "માત્ર એક દોરો નહીં, પણ નિઃસ્વાર્થ પ્રેમ, અતૂટ વિશ્વાસ અને આજીવન રક્ષણનું પવિત્ર બંધન" છે. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું, જેમાં સમગ્ર શાળાના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સહભાગી થઈ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો. આજનાં પવિત્ર અને પાવન પ્રસંગને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી પ્રતિનિધિ સભાની બહેનો તથા વિદ્યાર્થીઓ પ્રતિનિધિ સભાના કન્વીનર સાહેબશ્રીઓએ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓને તથા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તથા હાજર રહેલા સ્ટાફ ગણને રક્ષા સુત્ર બાંધીને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી.
📲Get App