🔥 TRENDING Anand માં IED મિલાદુન નાબેની ઉજવણી યોજ... ભાવનગરમાં એસટી બસની દિવાલ સાથે અથડામણમ... Tamil Nadu’s Textile Industry Targets... Airport cancellation in Tamil Nadu spa... Banks Shut Across Several Indian State... Sweeper Administers Injections to Pati...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકા માં લાઈટ વાળાની ગંભીર બેદરકારી! વીજ તારોમાં ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 26 Aug 2026, 12:52 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર તાલુકા માં લાઈટ વાળાની ગંભીર બેદરકારી! વીજ તારોમાં ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી

પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં વીજ તંત્રની ઘોર બેદરકારીનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. અહીં ખુલ્લા વિસ્તારમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સાંતલપુર નજીક કાચા રસ્તા પાસે વીજ પોલ અને તારોની આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા અને બાવળ ઉગી ગયા છે. છેલ્લા ઘણા સમયથી આ ઝાડી-ઝાંખરા કાપવામાં આવ્યા નથી. જેના કારણે લીલી ઝાડીઓ સીધી વીજ તારોને અડી ગઈ હતી.
તારોમાં શોર્ટ સર્કિટ થતા જ તણખા થયા અને જોતજોતામાં આખી ઝાડીમાં આગ લાગી ગઈ. વીજ તારો પર પણ આગ પ્રસરી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. આ વિડીયો સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં યુજીવીસીએલ પીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા લાઈનની આસપાસ સાફ-સફાઈ કરવામાં આવતી નથી. ચોમાસામાં ઝાડીઓ વધી જતા આવી ઘટનાઓ સામાન્ય બની છે. જો આ આગ નજીકના ખેતર કે વસ્તીમાં પ્રસરી હોત તો ભયંકર દુર્ઘટના સર્જાઈ શકી હોત.
ગ્રામજનોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે સમગ્ર સાંતલપુર પંથકમાં વીજ લાઈનોની આસપાસના ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવે અને જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે.
📲Get App