🔥 TRENDING India and China Hold Talks on Maintain... Pema YK Loyi Receives ETAuto Award for... Miao Substation Energised, Power Suppl... National Conference Seeks Talks with C... J&K Education Department Revises Senio... Supreme Court asks Centre to respond t...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિસાગર જિલ્લામાં ઈદ એ મિલાદ નું પર્વ ઉજવાયું

✍️ Reporter: Burhaan sibhai 🗓 26 Aug 2026, 02:44 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં આજરોજ મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર ઈદ-એ-મિલાદ ની ખૂબ જ ઉત્સાહપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી ઈસ્લામ ધર્મના અંતિમ પયગંબર સાહેબ નો જન્મદિવસ ઈદ એ મિલાદ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે જે અનુસંધાને આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પરંપરાગત ઉત્સાહ અને ભક્તિ ભાવપૂર્વક જુલુસ કાઢવામાં આવ્યું હતું જે હુસેની ચોક થી શરૂ થઈ આસ્થાના બજાર માંડવી બજાર જવાહર રોડ થઈ હુસેની ચોક ખાતે પૂર્ણ થયેલ હતું ઉપરાંત જિલ્લાના અનેક સ્થળો વીરપુર કોઠંબા બાલાસિનોર સંતરામપુર વગેરે જેવા સ્થળોએ પણ ઉત્સાહપૂર્વક ઇદ એ મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર તહેવારોની શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
📲Get App