🔥 TRENDING Tribal and Meitei Communities Clash Ov... Meghalaya Cabinet Halts Interviews for... Meghalaya Government and KSU to Launch... Meghalaya loses 325 sq km of forest ov... Rajasthan Government Launches Helpline... 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને વિરમગામ ટ...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા જૂની કોર્ટ પાસે ટેમ્પામાં અચાનક લાગી આગ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 26 Aug 2026, 10:02 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા શહેરમાં જૂની કોર્ટ પાસે રોડ પર નોન-સ્ટીક તાવડી વેચતા ટેમ્પામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ

અમરેલી/રાજુલા

રાજુલા જૂની કોર્ટ પાસે ટેમ્પામાં અચાનક લાગી આગ

રાજુલા શહેરમાં જૂની કોર્ટ પાસે રોડ પર નોન-સ્ટીક તાવડી વેચતા ટેમ્પામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, ટેમ્પા પાસે રસોઈ બનાવવામાં આવી રહી હતી ત્યારે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતાં ટેમ્પાનું ટાયર સળગી ઊઠ્યું હતું.

ઘટનાની જાણ 112 ઈમરજન્સી સેવા તેમજ ફાયર ટીમને કરવામાં આવી હતી. આગની ઘટનાને પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

લોકોની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, ઘટનામાં ટેમ્પાનું ટાયર સળગી જતાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

રાજુલા શહેરમાં બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે લોકોમાં દોડધામ મચી હતી.
📲Get App