ખાંડના ભાવવધારા સામે અમરેલીમાં અનોખો જનજાગૃતિ કાર્યક્રમ ચપટી-ચપટી ખાંડનું પ્રતિકાત્મક વિતરણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો
ખાંડના ભાવવધારા સામે અમરેલીમાં અનોખો જનજાગૃતિ કાર્યક્રમ
ચપટી-ચપટી ખાંડનું પ્રતિકાત્મક વિતરણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો
અમરેલી, તા. 25 ઓગસ્ટ 2026:
ખાંડના ભાવમાં થયેલા વધારા સામે સરકારનું ધ્યાન દોરવા તથા સામાન્ય જનતાને ભાવવધારાની વાસ્તવિક અસર અંગે જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે અનોખો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા અમરેલી વિધાનસભા પ્રભારી શ્રી નિકુંજભાઈ સાવલિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરી ખાંડના ભાવવધારા અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ પ્રતિકાત્મક રીતે લોકોને ચપટી-ચપટી ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાંડ જેવી રોજિંદા જીવનમાં ઉપયોગી આવશ્યક ચીજવસ્તુના ભાવવધારા સામે લોકોનું ધ્યાન દોરવા માટે આ અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી નિકુંજભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે,
“ખાંડ જેવી સામાન્ય અને રોજિંદા જીવનમાં જરૂરી ચીજવસ્તુના ભાવમાં વધારો સીધી રીતે સામાન્ય પરિવારના રસોડાના બજેટને અસર કરે છે. મોંઘવારીનો બોજ પહેલેથી જ સહન કરી રહેલા સામાન્ય નાગરિકો પર વધુ ભાર ન પડે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે અને જનતાને રાહત આપવામાં આવે તે જરૂરી છે. સરકાર માત્ર આંકડાઓમાં વિકાસની વાત કરવાને બદલે સામાન્ય માણસના રસોડાની હકીકત પણ સમજે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, જનતાના પ્રશ્નોને ઉજાગર કરવા અને સરકાર સુધી સામાન્ય નાગરિકનો અવાજ પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી સતત જનહિતના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતી રહેશે.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જયદીપભાઈ પાંચાણી – વિધાનસભા સંગઠન મંત્રી, સુખાભાઈ વાળા – અમરેલી લોકસભા સંગઠન મંત્રી, હિરેનભાઈ વિરડીયા – જિલ્લા મહામંત્રી, હાર્દિકભાઈ વઘાસિયા – તાલુકા પ્રમુખ, વિપુલભાઈ ગજેરા – શહેર પ્રમુખ, ધ્રુવેશ ગોંડલીયા – શહેર યુવા પ્રમુખ, મનસુખભાઈ સોલંકી – વોર્ડ નં. 2 સંગઠન મંત્રી તથા મિલનભાઈ સાવલિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની સક્રિય ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા ખાંડના ભાવવધારા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને સરકારનું ધ્યાન આ ગંભીર જનપ્રશ્ન તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.