રાજકોટ: કૌટુંબીક કાકા-ભત્રીજા વચ્ચેની મસ્તીએ ઉગ્ર સ્વરૂપ ધારણ; છરીના ઘા મારી કાકાની હત્યા, આરોપીની ધરપકડ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામે કૌટુંબીક કાકા-ભત્રીજા વચ્ચેની મસ્તી-મજાકનો કરૂણ અંત આવ્યો છે. મસ્તી દરમિયાન થયેલી બોલાચાલી બાદ ભત્રીજાએ કાકાની છરીના ઘા મારી હત્યા કરી હોવાનો આક્ષેપ છે. છાતીના ડાબા ભાગે છરીનો ઘા વાગતા અડ્રેમાન નોયડાનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાને પગલે ભાયાવદર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સોહીલ નોયડાની ધરપકડ કરવામાં આવી છે.