स्थानीय
ગીર પૂર્વમાં પાંચ સિંહોના મોત, વન વિભાગની કામગીરી પર પ્રશ્નો
ગિર પૂર્વના સરસિયા રેન્જના ધારી રાઉન્ડમાં બે મહિનામાં પાંચ સિંહોના મોત થયા, પરંતુ કારણો અને વન વિભાગની કાર્યવાહી અંગે પારદર્શક માહિતી ઉપલબ્ધ નથી.
ગિર પૂર્વના સરસિયા રેન્જના ધારી રાઉન્ડમાં છેલ્લા બે મહિનામાં પાંચ સિંહોના મોત થયાના અહેવાલોએ વન્યજીવપ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા ઊભી કરી છે. આ મોત અંગે સ્પષ્ટ કારણો, પોસ્ટમોર્ટમના તારણો અને તંત્ર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગે પારદર્શક માહિતી જાહેર થતી નથી.
દલખાણિયા રોડ પર 80 નંબરના ખાંભા નજીક સિંહબાળને રેસ્ક્યૂ કરીને માતા સાથે મિલન કરાવવાના બદલે આંબરડી સફારી પાર્ક ખાતે લઈ જવામાં આવ્યા બાદ તેનું મોત થયું હોવાનો મુદ્દો પ્રશ્નો ઊભા કરે છે. ધારીના ગરમલી ગામ નજીક એક સિંહનું મોત, આંબરડીના મેવાસા વિસ્તારમાં સિંહબાળનું મોત અને તાજેતરમાં છતડીયા નજીક ચાર દિવસથી કોહવાયેલી હાલતમાં નર સિંહબાળ મળી આવ્યાના બનાવે વનતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
આ બનાવોમાં ફોરેસ્ટર શિવરાજ ધાધલની ફરજ દરમિયાન થયેલા આ બનાવોની જવાબદારી નક્કી કરવા માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. અગાઉ લીલીયા રાઉન્ડમાં સિંહણના મોત બાદ ફોરેસ્ટર ચેતન ઘેવરિયાની બદલી કરવામાં આવી હતી, પરંતુ ધારી રાઉન્ડમાં પાંચ સિંહોના મોત છતાં હાલના ચાર્જમાં રહેલા ફોરેસ્ટર સામે કોઈ પ્રાથમિક વહીવટી જવાબદારી નક્કી કરવામાં આવી નથી.
વન્યજીવપ્રેમીઓ અને સ્થાનિકોની માંગ છે કે છેલ્લા બે મહિનામાં થયેલા તમામ પાંચ સિંહોના મોતની સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, દરેક કેસના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લેબોરેટરી તપાસના તારણો જાહેર કરવામાં આવે, અને ધારી રાઉન્ડના ચાર્જમાં રહેલા ફોરેસ્ટર શિવરાજ ધાધલની ભૂમિકા અને ફરજની જવાબદારીની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમનો ચાર્જ અન્ય ફોરેસ્ટરને સોંપવા અંગે વિચારણા કરવામાં આવે.
ગીરના સિંહો માત્ર વન વિભાગની મિલકત નથી, પરંતુ સમગ્ર ગુજરાતની અમૂલ્ય કુદરતી ધરોહર છે. એક પછી એક સિંહોના મોત થાય અને કારણો અંગે તંત્ર મૌન રહે, તે સ્થિતિ લાંબા સમય સુધી સ્વીકારી શકાય નહીં. જવાબદારી નક્કી થવી જોઈએ, પારદર્શિતા આવવી જોઈએ અને ગીરના સિંહોના જીવન સાથે કોઈપણ પ્રકારની બેદરકારી માટે જવાબદાર સામે નિયમસર કાર્યવાહી થવી જોઈએ.