🔥 ट्रेंडिंग डोनाल्ड ट्रम्प की अस्थिरता को लेकर भार... थाने में 36 साल बाद क्रिकेट अंपायर पर... अमेरिका में भारतीय स्नातक आवेदकों में... टीन लड़के के नाले में गिरने पर एमसीडी... दिल्ली हवाई अड्डे की वायरल वीडियो ने ब... जवदपुर विश्वविद्यालय विरोध के बीच 2014...
25 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આમોદ જંબુસર દેણવા ડોલીયા બ્રિજ ઉદ્ઘાટન કયું

✍️ रिपोर्टर: VASAVA TULSIDAS KANCHANLAL 🗓 24 अग. 2026, 04:18 AM 👁 33
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદ

દેણવા-ડોલીયા હાઇ લેવલ બ્રિજનું લોકાર્પણ

આમોદ/જંબુસર: આમોદ અને જંબુસર તાલુકાના દેણવા-ડોલીયા ગામોને જોડતા મહત્વાકાંક્ષી હાઇ લેવલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે રિબન કાપીને બ્રિજનું લોકાર્પણ કરાયું હતું.

આ બ્રિજનું નિર્માણ અંદાજે રૂ. 66 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. 20 મીટરના 36 ગાળા, કુલ 720 મીટર લંબાઈ અને 11 મીટર પહોળાઈ ધરાવતા આર.સી.સી. ટી-બીમ ડેક સ્લેબવાળા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

હાલમાં બ્રિજને ટુ-વ્હીલર અને લાઇટ ફોર-વ્હીલર વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. બ્રિજ શરૂ થતાં દેણવા-ડોલીયા સહિત આસપાસના ગામોના લોકો તેમજ દૈનિક અપડાઉન કરતા નોકરીયાત વર્ગને અવરજવરમાં મોટી રાહત મળશે. સ્થાનિક લોકોમાં પણ બ્રિજ શરૂ થવાથી ખુશીની લાગણી જોવા મળી હતી.

રિપોર્ટર: તુલસીદાસ
તારીખ: 23/08/2026, રવિવાર
📲Get App