🔥 ट्रेंडिंग પ્રોહિબિશન ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને... मेघालय सरकार ने केएसयू को पाँच बिंदु ए... मेघालय ने सीमा जाम के बीच असम‑जाने वाल... मेघालय के उपमुख्यमंत्री: पार्टी बदलना... भारी बारिश से आगर्तला के कई जिलों में... त्रिपुरा के मंत्री सुशांत चौधरी ने व्य...
24 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વિરપુરના લીમ્બચ મંદિર ખાતે આયોજિત પોષણ ઉત્સવમાં મિલેટ અને ટી.એચ.આર વાનગીઓની સ્પર્ધા

✍️ रिपोर्टर: AKASH JOSHI 🗓 24 अग. 2026, 06:38 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પોષણ ઉત્સવમાં 30 આંગણવાડી બહેનોએ મિલેટ અને ટી.એચ.આર આધારિત વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો.

વિરપુર તાલુકાના લીમ્બચ મંદિર ખાતે આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાની આશરે 30 આંગણવાડી બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી રજૂ કરી હતી.

સ્પર્ધામાં ખાસ કરીને મિલેટમાંથી બનાવવામાં આવેલી વાનગીઓ તથા ટી.એચ.આર (ટેક હોમ રેશન)માંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મિલેટ આધારિત વાનગીઓમાં કોમલબહેન પ્રજાપતિએ ઈડલી બનાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે દક્ષાબહેન પંચાલે હોડવો બનાવી દ્વિતીય અને ઈલાબહેન પટેલે લાડુ બનાવી તૃતીય સ્થાન મેળવ્યું હતું. ટી.એચ.આરમાંથી બનાવવામાં આવેલી વાનગીઓમાં પુષ્પાબહેન પ્રજાપતિએ બાલશક્તિ સુખડી બનાવી પ્રથમ, ફરીદાબીબી મલેકે પૂર્ણાશક્તિ મુઠીયા બનાવી દ્વિતીય અને જ્યોત્સનાબહેન વણકરે માતૃશક્તિ થેપલાં બનાવી તૃતીય સ્થાન મેળવ્યું હતું.

કાર્યક્રમમાં વિરપુર તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ગીરીશ વણકર, મુખ્ય સેવિકા ઉર્મિલાબહેન વાળંદ, બ્લોક કો-ઓર્ડિનેટર સજ્જનસિંહ સોલંકી, પાપા પગલીના રશ્મિકાબહેન વાળંદ, કાન્તીભાઈ વાળંદ, નરેન્દ્રભાઈ વાળંદ સામાજિક અગ્રણી સહિત આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય હેતુ મિલેટ સહિત સ્થાનિક અને પૌષ્ટિક ખાદ્યપદાર્થોના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો, સમગ્ર સ્પર્ધાનું આયોજન મીનાબેન વાળંદ દ્વારા કરવામાં આવ્યું.
📲Get App