🔥 ट्रेंडिंग एम्मीज़ 2026: 'द पिट' और 'वाइफ्स बाय'... विदेश मंत्री जईशंकर ने कहा, भारत वैश्व... विज्ञान पत्रकारिता संकट: नागालैंड पोस्... मनिपुर के गृह मंत्री का अमित शाह से मि... मैनिपुर के गांव में मिलिशिया ने दो घरो... मणिपुर पुलिस ने सुरक्षा बलों पर हुए हम...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા સંઘવી મહિલા કોલેજ દ્વારા એક દિવસનો ટ્રેકિંગ કેમ્પ યોજાયો
देश

રાજુલા સંઘવી મહિલા કોલેજ દ્વારા એક દિવસનો ટ્રેકિંગ કેમ્પ યોજાયો

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 24 अग. 2026, 02:14 PM 👁 27
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોલેજ ના એન .એસ. એસ. વિભાગ નો વન ડે ટ્રેકિંગ કેમ્પ તુલસીશ્યામ ખાતે સુપેરે સંપન્ન ... . રાજુલા

શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોલેજ ના એન .એસ. એસ. વિભાગ નો વન ડે ટ્રેકિંગ કેમ્પ તુલસીશ્યામ ખાતે સુપેરે સંપન્ન ... .
રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,રાજુલા સંસ્થાના એન. એસ. એસ. યુનિટ એક તથા બે યુનિટ ના વનડે ટ્રેકિંગ કેમ્પ તુલસીશ્યામ ખાતે સુપેરે સંપન્ન થયું. આ સાથે કોલેજના વિદ્યાર્થીની બહેનોએ ધારી ખાતે ખોડીયાર ડેમ તથા આંબરડી સફારી પાર્ક ની પણ મોજ માણી હતી . પ્રકૃતિ તથા વન્ય જીવો ને તેમના જીવન ને નજીકથી નિહાળ્યો હતું. તમામ સ્વયંસેવક બહેનો સમયસર ટ્રેકિંગ કાર્ય શરૂ કરેલ અને ખૂબ જ ઉત્સાહથી પૂર્ણ કરેલ. આ ટ્રેકિંગ કાર્યક્રમ માં અંદાજે 70 વિદ્યાર્થીની બહેનો અને કોલેજ સ્ટાફ જોડાયેલો હતો. આ ટ્રેકિંગ કાર્યક્રમને પ્રોત્સાહન કેમ્પસ મેનેજરશ્રી રવિભાઈ વ્યાસ તથા સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી સાહેબ તથા કેમ્પસ ડાયરેકટર શ્રી ડો. જીગ્નેશભાઈ વાજા દ્વારા મળેલ. સંપૂર્ણ માર્ગદર્શન કોલેજ પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે આપેલ. સમગ્ર ટ્રેકિંગ કાર્યક્રમની જહેમત એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર યુનિટ એક જાગૃતીબેન તેરૈયા તથા યુનિટ બે ના પ્રોગ્રામ ઓફિસર ભગવતીબેન વડીયા એ સફળતાપૂર્વક પૂર્ણ કરાવેલ. સમગ્ર એન.એસ.એસ યુનિટના તમામ બહેનોને રાજુલા સ્થિત પર્યાવરણવિદ શ્રી વિપુલભાઈ એન.લહેરી દ્વારા આંબરડી પાર્ક ની નિઃશુલ્ક મુલાકાત કરાવેલ. ડી સી. એફ શ્રી મોહનભાઈ ભંડારીયા તથા જંગલ ખાતાના કર્મચારી શ્રી યુવરાજભાઈ મકવાણા નો આ તકે સહયોગ મળેલ. તમામ બહેનો એ ખૂબ જ ઉત્સાહ દર્શાવેલ. વન્ય પ્રકૃતિ વિશે પણ માહિતી મેળવેલ. એન .એસ. એસ ના તમામ સ્વયમ સેવક બહેનોએ પ્રકૃતિનો આલાદક આનંદ માણેલ અને વન્યજીવન તથા વન્ય સૃષ્ટિ ની જાળવણી અંગે પણ પ્રતિજ્ઞા કરેલ. ટ્રેકિંગ દ્વારા વિદ્યાર્થી બહેનોમાં સમુહ જીવન અને પ્રકૃતિ સાથે એક તાદાત્મ્ય સંધાન કરેલ. આ સાથે ભગવાન દ્રોણેશ્વર ના પણ દર્શન કરી આધ્યાત્મિક સુખદ અનુભૂતિ કરલ. તુલસીશ્યામ ભગવાન ના દર્શન કરી દિવ્ય અનુભૂતિ કરેલ.સમગ્ર કાર્યક્રમમાં તમામ બહેનો એ જહેમત ઉઠાવી હતી.
📲Get App