🔥 TRENDING પાટણમાં રોડની કમીને કારણે 'રાવણની લંકા... સર્નાર ગામના યુવાનોને Jubilant અને Gra... Himachal Pradesh prisons at 30% overca... Mandi Jail in Himachal Holds Triple It... Soaring Sugar and Onion Prices Tighten... CM Dhami inaugurates Sashakt Behna Uts...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાબરા–લીલવાડા–વાંકીયા રોડની દયનીય સ્થિતિ અંગે આમ આદમી પાર્ટી નેતા જે.ડી.કથીરીયાની ચીમકી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 23 Aug 2026, 04:46 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાબરા–લીલવાડા–વાંકીયા રોડની દયનીય સ્થિતિ અંગે આમ આદમી પાર્ટી નેતા જે.ડી.કથીરીયાની ચીમકી

આઠ દિવસની અંદર રોડનું યોગ્ય રિ-સરફેસિંગ અથવા જરૂરી રિપેરિંગ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે : જે.ડી.કથીરીયા AAP

લોકોના જીવ અને સલામતી સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે : જે.ડી.કથીરીયા AAP

લાઠી વિધાનસભાના બાબરા તાલુકામાં બાબરા ગામથી લીલવાડા ગામ થઈ વાંકીયા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર મોટા ખાડા અને તૂટેલી સપાટીના કારણે વાહનચાલકો તથા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાન જે.ડી.કથીરીયા સહિત અગ્રણીઓ અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી રોડનું નિરીક્ષણ કર્યું હતું. રોડની ખરાબ સ્થિતિ અંગે વિડિયો માધ્યમથી સમગ્ર હકીકત લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા સંબંધિત તંત્ર અને અધિકારીઓને આઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ’આપ’ નેતા જે.ડી.કથીરીયાએ તંત્રને ચીમકી આપતા જણાવ્યું હતું કે, આઠ દિવસની અંદર રોડનું યોગ્ય રીતે રિ-સરફેસિંગ અથવા જરૂરી રિપેરિંગ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

’આપ’ નેતા જે.ડી.કથીરીયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, લોકોના જીવ અને સલામતી સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે અને રોડનું કામ તાત્કાલિક કરવામાં આવે તેવી અમારી માંગ છે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી નેતા જે.ડી.કથીરીયા સાથે પાર્ટીના લીગલ સેલના ઉપાધ્યક્ષ કૌશિકભાઈ ભરાડ, લાઠી વિધાનસભા સંગઠન મંત્રી રાજુભાઈ ખાતરોજા, બાબરા તાલુકા પંચાયત વિપક્ષના નેતા ભુપતભાઈ વિરડીયા, કોટડા પીઠા જિલ્લા પંચાયતના પ્રમુખ નારાયણભાઈ ભોજાણી તેમજ કોટડા પીઠા સીટ પરથી ચૂંટણી લડેલા વશરામભાઈ ઝાપડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App