🔥 TRENDING Jaishankar Says India Must Trade with... Jaishankar: India must do business wit... Delimitation to Influence India's Econ... Scroll.in Explores How Indian Forests... Tamil Nadu's 'Vijay Model' Seen as Pot... The Revolutionaries release ‘Jai Durga...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજકોટ: પોલીસની હાજરીમાં જ નંબર પ્લેટ વિનાના વાહને પેટ્રોલ પુરાવીને મારી ટક્કર

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Aug 2026, 09:06 AM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ વચ્ચે ઈગલ પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વિનાના વાહન ચાલકનો વીડિયો સામે આવ્યો છે.

રાજકોટ શહેરમાં હાલ પોલીસ દ્વારા નંબર પ્લેટ વિનાના વાહનો સામે કડક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન શહેરના ઈગલ પેટ્રોલ પંપ પરથી એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં એક વાહન ચાલક નંબર પ્લેટ વિના જ પેટ્રોલ પુરાવીને બિન્દાસ્ત રીતે નીકળી ગયો હતો.

એક તરફ પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ પેટ્રોલ પંપ પર પોલીસની હાજરીમાં જ આ પ્રકારના વાહનો બેરોકટોક ફરી રહ્યા છે. નજર સામે રહેલા આવા વાહનોને પકડવામાં પોલીસ નિષ્ફળ જતી હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ટ્રાફિકના નિયમોના પાલન માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી વચ્ચે આ પ્રકારની ઘટનાઓ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે.
📲Get App